વીજળીના થાંભલાના પાયામાં ખાડો પડતાં અકસ્માતનો ખતરો
(પ્રતિનિધિ) હિંમતનગર, પ્રાંતિજ તાલુકાના મજરા ચોકડી ખાતે આવેલ હોટલ સામે વરસાદને કારણે જમીન પોચી પડી જતાં વીજ ડીપીના પોલના પાયામાં ધોવાણ થતાં બંને બાજુ ખાડા પડી ગયા છે.
જેના કારણે વીજ પોલની મજબૂતી સામે સવાલો ઉભા થયા છે જેના લીધે સ્થાનિકો તેમજ રાહદારીઓમાં અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે. મજરા ચોકડી નેશનલ હાઈવે પર આવેલ ખુબજ અવરજવર વાળો વિસ્તાર હોવાને કારણે અહીં દિવસભર રાહદારીઓ, મુસાફરો અને વાહનોની અવરજવર રહે છે. વરસાદના કારણે વીજ પોલના પાયામાં ધોવાણ સર્જાતા બંને બાજુ મોટા ખાડા પડી ગયા છે જેથી સત્વરે વીજ કંપની દ્વારા યોગ્ય કરવામાં આવે તે જરૂરી છે.
