Western Times News

Gujarati News

ગુજરાત રાજ્ય લલિત કલા અકાદમી દ્વારા ખોડીદાસ પરમાર આર્ટ ગેલેરી ખાતે આયોજન કરાયું હતું 

પત્રકાર અને પર્વતારોહક જિજ્ઞેશ ઠાકરનું ‘હિમાલય’ તસવીર પ્રદર્શન ગુજરાત રાજ્ય લલિત કલા અકાદમી દ્વારા તારીખ 1 ને રવિવારે ખોડીદાસ પરમાર આર્ટ ગેલેરી ખાતે આયોજિત કરવામાં આવ્યું હતું. બહોળો પ્રતિસાદ આપીને ભાવનગરવાસીઓએ એક્ઝિબિશનને પોતાનો કાર્યક્રમ બનાવી દીધો હતો.

પર્વતારોહણ ઇન્સ્ટિટયૂટ, માઉન્ટ આબુમાં ઇન્સ્ટ્રક્ટર તરીકે અને જર્નાલિઝમ એન્ડ માસ કોમ્યુનિકેશન, ઈગ્નોમાં ફેકલ્ટી તરીકે કાર્યરત જિજ્ઞેશ ઠાકરના ફોટોગ્રાફ્સ હિમાલય ક્ષેત્રના લોકજીવન, વાતાવરણ, ધર્મ, કૃષિ, શિક્ષણ વગેરે વિષયો પર આધારિત હતા. જેમાં હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, કાશ્મીર, લડાખ સહિતના વિસ્તારોનો સમાવેશ થાય છે.

વરિષ્ઠ તસવીરકાર અમુલભાઈ પરમાર અને ચિત્રકાર અશોકભાઈ પટેલ દ્વારા ઉદ્ઘાટીત કાર્યક્રમમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી, મેયર મનભા મોરી, જિલ્લા પંચાયત પ્રમુખ વકતુબેન ભાદાભાઈ મકવાણા, ધારાસભ્ય પ્રવીણભાઈ મારુ, મહાનગરપાલિકાના વિરોધ પક્ષ નેતા જયદીપ સિંહ ગોહિલ, ડીવાયએસપી એમ. એચ. ઠાકર, ડેપ્યુટી મેયર અશોકભાઈ બારૈયા, પૂર્વ ધારાસભ્ય પરબતસિંહ ગોહિલ, શહેર ભાજપ પ્રમુખ સનતભાઇ મોદી, શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રકાશભાઇ વાઘાણી, ઘોઘા તાલુકા પંચાયતના પ્રમુખ સંજયસિંહ ગોહિલ, પૂર્વ મેયર મેહુલભાઈ વડોદરિયા અને રીનાબેન શાહ,

પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ સંજયસિંહ સરવૈયા, ઉદ્યોગપતિઓ જયંતભાઈ બુધાભાઈ વાનાણી, નિશિતભાઈ મહેતા, ચેમ્બર પ્રમુખ સુનિલભાઈ વડોદરિયા, ગોહિલવાડ રાજપૂત સમાજના પ્રમુખ વાસુદેવસિંહ ગોહિલ, કોંગ્રેસ આગેવાનો કોર્પોરેટર રહીમભાઈ કુરેશી, જગદીશભાઈ ઝાઝડિયા, ખોડિયાર મંદિરના મહંત ચેતનબાપુ, તબીબો ડૉ ઉમંગ દેસાઈ, ડૉ વિશાલ મહેતા, શામળદાસ કોલેજના આચાર્ય કેયુરભાઇ દસાડીયા, બ્લડ બેંકના ટ્રસ્ટી સંજયભાઈ દેસાઈ, ભાવવંદના ટ્રસ્ટના પ્રમુખ અજીતસિંહ વાજા સહિતના લોકો ઉપસ્થિત રહયા હતા. સાથે મુખ્યમંત્રીનો ચોગઠ પ્રવાસ કાર્યક્રમ હોવાથી અન્ય પદાધિકારીઓ, અધિકારીઓએ શુભેચ્છા પાઠવી હતી. ભાવનગરને કલાનગરી જેમ એડવેન્ચર ટાઉન બનાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.