Western Times News

Gujarati News

ભારતમાં કોરોનાના ૨૮ કેસ : એલર્ટ જાહેર

નવી દિલ્હી: ચીન સહિત દુનિયાના ૭૬ દેશોમાં કોરોના વાયરસે આંતક મચાવી દીધા બાદ હવે ભારતમાં પણ કોરોના વાયરસના કેસ ઝડપથી વધ્યા છે. છેલ્લા બે દિવસમાં જ કોરોનાના કારણે ભારતભરમાં હાહાકાર મચી ગયો છે. કોરોના વાયરસને લઇને એલર્ટની દેશભરમાં જાહેરાત અને તમામ સંબંધિત તંત્રોને એલર્ટ કરાયા બાદ કેન્દ્રિય આરોગ્ય પ્રધાન હર્ષવર્ધને આજે કહ્યુ હતુ કે ભારતમાં કોરોના વાયરસના કુલ કેસોની સંખ્યા ૨૮ ઉપર પહોંચી ગઇ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સરકાર એક એક્શન પ્લાન તૈયાર કરી ચુકી છે. પ્રધાને આજે કહ્યુ હતુ કે ૧૬ ઇટાલિયન સહિત ૨૮ પોઝિટિવ કેસો સપાટી પર આવ્યા છે. તેમણે કહ્યુ હતુ કે હવે તમામ ઇન્ટરનેશનલ ફ્લાઇટ અને યાત્રીઓની સ્ક્રિનિંગ ફરજિયાત કરી દેવામાં આવી છે.


હજુ સુધી માત્ર ૧૨ દેશોના નાગરિકોની સ્ક્રિનિંગ ફરજિયાત રાખવામાં આવી રહી હતી. હજુ સુધી ૫૮૯૦૦૦ લોકોની એરપોર્ટ પર સ્ક્રિનીગ કરવામાં આવી છે. સાથે સાથે ૧૦ લાખ લોકોની સ્ક્રીનિગ નેપાળ સાથેની સરહદ પર સ્ક્રિંનિંગ કરવામાં આવી ચુકી છે. હાલમાં ૨૭૦૦૦ લોકો કોમ્યુનિટી ચકાસણી હેઠળ છે. ભારતમાં જે કુલ કેસો નોંધાયા છે તે પૈકી આગરામાં છ કેસ નોંધાયા છે. ૧૬ ઇટાલિયન નાગરિકો છે. અને તેમના ભારતીય ડ્રાઇવર સામેલ છે.

કેરળમાં ત્રણ અને તેલંગણામાં એક કેસ નોંધાયો છે. પત્રકારો સાથે વાતચીત કરતા પ્રધાને કહ્યુ હતુ કે કોરોના વાયરસને રોકવા માટે હોસ્પિટલમાં આઈસોલેશન વોર્ડ તૈયાર કરવા દિલ્હી સરકારને કહેવામાં આવ્યું છે. બીજીબાજુ કોરોના વાયરસને લઈને આજે બેઠક યોજાઈ હતી. ઈરાનમાં અટવાયેલા લોકો અંગે વાત કરતા હર્ષવર્ધને કહ્યું હતું કે, જા ઈરાન સરકાર અમારા પ્રયાસોને ટેકો આપશે તો ત્યાર પણ ટેસ્ટ લેબ ઉભી કરવામાં આવશે. સાથે સાથે ઈરાનથી અમારા નાગરિકોને સ્કીનિંગ કરવામાં આવ્યા બાદ પરત લવાશે.

કોરોના વાયરસના નવા મામલા સપાટી ઉપર આવ્યા બાદ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા એડવાઈઝરી જારી કરીને ઇટાલી, ઇરાન, દક્ષિણ કોરિયા, જાપાનના એવા નાગરિકોને જારી નિયમિત વિઝા અથવા તો ઇ વિઝા સસ્પેન્ડ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. નોઇડાની એક મોટી સ્કુલને ત્રણ દિવસ માટે બંધ કરી દેવામાં આવી છે જ્યારે ૧૧મી માર્ચ સુધી અન્ય એક સ્કુલને બંધ રાખવામાં આવી છે. સ્કુલ બસને પણ સેનીટાઇઝ કરવામાં આવી રહી છે. દિલ્હીમાં પણ સાવચેતીના તમામ પગલા લેવામાં આવી રહી છે. દિલ્હી સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે કે, વિવિધ પગલા લેવાઈ રહ્યા છે.

હોસ્પિટલમાં  પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. ૨૫ હોસ્પિટલમાં  કોરોનાને રોકવા માટે વ્યવસ્થા કરવામાં આવી છે. સાડા ત્રણ લાખ એન૯૫ માસ્કની વ્યવસ્થા કરવામાં આવી છે. દિલ્હીના આરોગ્યમંત્રી સત્યેન્દ્ર જૈને કહ્યું છે કે, આને લઇને ભયભીત થવાની જરૂર છે. માત્ર સાવધાની રાખવાની જરૂર છે. દિલ્હીમાં કોરોનાને લઇને પહેલાથી જ તૈયારી રાખવામાં આવી છે. તેલંગાણામાં પણ વિવિધ પગલા લેવામાં આવી છે. એરપોર્ટ પર દેશમાં વિવિધ વ્યવસ્થા કરવામાં આવી ચુકી છે.

તમામ એરપોર્ટ પર યાત્રીઓની સ્ક્રીનિંગ કરવામાં આવી રહી છે. કોરોના વાયરસને લઇને દેશના જુદા જુદા ભાગોમાં સાવચેતીના પગલા લેવામાં આવ્યા છે. વિશ્વ આરોગ્ય સંસ્થાને કહેવા મુજબ કોરોના વાયરસના ૯૨૮૧૯ કેસો નોંધાઈ ચુક્યા છે. ૬૭ દેશોમાં મોતનો આંકડો ૩૧૬૪ સુધી પહોંચ્યો છે. એકલા ચીનમાં કોરોના વાયરસના કારણે છેલ્લા ચોવીસ કલાકમાં ૩૧ લોકોના મોત થયા છે. જ્યારે ૧૨૫ નવા કેસો સપાટી પર આવ્યા છે. ચીનમાં કોરોના વાયરસ ફેલાઈ ગયા બાદથી એક દિવસમાં સૌથી ઓછા કેસ નોંધાયા છે પરંતુ ચીનમાં કોરાના વાયરસને કાબુમાં લેવામાં સફળતા મળી રહી નથી. કોરોના વાયરસ બેકાબુ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.