Western Times News

Gujarati News

કોરોના: મૃતકોના પરિવારજનોને ચાર-ચાર લાખ રૂપિયાની સહાય કેન્દ્ર કરશે

નવીદિલ્હી, દેશભરમાં કોરોના વાયરસનો કહેર જારી છે. કોરોના વાયરસને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે મોટી જાહેરાત કરી છે. કોરોના વાયરસના ચેપની મદદથી મૃત્યુ પામનાર વ્યક્તિના પરિવારજનોને કેન્દ્ર સરકાર આર્થિક મદદ કરશે. તેમાં દર્દીઓની દેખરેખ કરનાર લોકો પણ સામેલ છે.  કેન્દ્ર સરકાર કોરોના વાયરસને કારણે અવસાન પામેલા લોકોના પરિવારજનોને ચાર-ચાર લાખ રૂપિયાની મદદ કરશે. કેન્દ્ર સરકાર દ્વારા જારી નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે કેન્દ્ર સરકારે કોરોના વાયરસને આપદા જાહેર કરવાનો નિર્ણય લીધો છે જેથી તમામ રાજ્ય સરકારો આ વાયરસ સામે લડવા માટે રાજ્ય આપદા પ્રતિક્રિયા કોષનો ઉપયોગ કરી શકે.હવે તમામ રાજ્ય સરકાર કોરોના વાયરસનો સામનો કરવા માટે સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફન્ડનો ઉપયોગ કરી શકશે. નોંધનીય છે કે ભારતમાં અત્યાર સુધીમાં કુલ ૨ લોકોના મોત થઇ ચુક્યા છે. ભારતમાં કોરોના વાયરસના કુલ ૮૩ કેસ નોંધાયા છે. જેમા સારવાર દરમિયાન ૧૦ની સ્થિતિ સારી બની છે જ્યારે હજુ પણ ૭૩ લોકોના વાયરસથી સંક્રમિત હોવાની પુષ્ટી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.