Western Times News

Gujarati News

આવશ્‍યક સેવાઓ સિવાયની તમામ સેવાઓ ૦૩-મે સુધી બંધ રહેશે

વડોદરા શહેર પોલીસ કમિશનરે બહાર પાડ્યું જાહેરનામું

વડોદરા તા.૧૬ એપ્રિલ, ૨૦૨૦ (ગુરૂવાર) સમગ્ર દેશમાં કોવિડ-૧૯ ની અસરોને નિયંત્રિત કરવાના હેતુથી આવશ્યક સેવાઓ સિવાયની તમામ સેવાઓ તા. ૩-૦૫-૨૦૨૦ સુધી બંધ રાખવા કેન્દ્ર સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.જે અંતર્ગત વડોદરા શહેર પોલીસ કમિશનર શ્રી ગેહલોત એ એક જાહેર નામા દ્વારા વડોદરા શહેરની હકુમત હેઠળના સમગ્ર વિસ્તારમા તા.૦૩-મે-૨૦૨૦ સુધી નીચે મુજબની આવશ્‍યક સેવાઓ સિવાયની તમામ સેવાઓ બંધ રાખવા હુકમ કર્યો છે.

તદનુસાર કેન્દ્ર /રાજ્ય સરકારની તમામ કચેરીઓ, નગરપાલિકાઓ, પંચાયતની કચેરીઓ, સરકારી બોર્ડ નિગમની કચેરીઓ તથા આવી કચેરીઓ દ્વારા આપવામાં આવતી આવશ્યક સેવાઓ. દૂધ અને દૂધની ડેરી, ફળફળાદી અને શાકભાજી, કરિયાણું, પ્રોવિજનલ સ્ટોર, હાઇજીન પ્રોડકસ,વ્યાજબી ભાવની દુકાનો, પ્રાણીઓનો ઘાસચારો, મેડિકલ સ્ટોર, દવાખાના, હોસ્પિટલ, લેબોરેટરી, દવા, મેડિકલ સાધનોની ઉત્પાદકની તથા તેમના રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સેન્ટર, ફાર્મસી, જન ઔષધિ કેન્દ્ર, આરોગ્યલક્ષી સેવાઓ, ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીની સેવાઓ, પશુ દવાખાના, બેન્ક એટીએમ વીમા કંપની પોસ્ટ ઓફિસ બેંકોના ક્લિયરિંગ હાઉસ એટીએમ ઓપરેશન અને કેસ મેનેજમેન્ટ એજન્સીઓ, પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયા, સમાચાર પત્રો અને તેનું વિતરણ, ઇન્ટરનેટ, ટેલિફોન તથા આઈટી અને આઇટી સંબંધિત સેવાઓ,

ભારત સરકારશ્રીના મિનિસ્ટ્રી ઓફ કમ્યુનિકેશનની સૂચના મુજબની ટેલિકોમ કંપનીઓની સેવાઓ, ખાદ્ય પદાર્થો, ખાદ્ય સામગ્રી, દવાઓ, પેસ્ટ કન્ટ્રોલ, તબીબી ઉપકરણો અને અન્ય આવશ્યક સેવાઓના ઉત્પાદન અને તેના એકમો પરિવહન અને પુરવઠા વ્યવસ્થા તેમજ આવશ્યક ચીજવસ્તુઓની ડીલીવરી અને તેને લગતું ઇ-કોમર્સ તેમજ કોલસો અને ખનીજ ઉત્પાદનના એકમો અને તેનું પરિવહન અને તેની સાથે સંકળાયેલ એક્સપ્લોઝિવ પુરવઠો પુરો પાડવા અંગેની સેવાઓ, ખાદ્ય પદાર્થોના પેકેજીંગ સાથે સંકળાયેલ ઉત્પાદન એકમો, પેટ્રોલ પંપ અને સીએનજી, એલપીજી, પીએનજી ગેસ સ્ટેશન અને આવી સેવા સાથે સંકળાયેલા વાહનો,

વીજળી અંગેની સેવાઓ વીજ ઉત્પાદન ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રિબ્યુશન યુનિટ અને તેને લગતી સેવાઓ પાણી પૂરવઠો તથા ગટર વ્યવસ્થા તંત્ર અને સફાઈ અંગેની સેવાઓ, કોલ્ડ સ્ટોરેજ અને વેરહાઉસ અંગેની સેવાઓ, પ્રાઈવેટ સિક્યુરિટી સર્વિસ, આવશ્યક અને બીન આવશ્યકના ભેદ વિના તમામ પ્રકારના માલ-સામાનનું પરિવહન સાથે સંકળાયેલ વાહનો તેમજ કાયદો અને વ્યવસ્થા, રાહત અને પુનર્વસન, ઇમરજન્સી સર્વિસ, ફાયર સર્વિસ, સરકારી કામ સાથે સંકળાયેલા વાહનો અને રેલ્વે પરિવહન સાથે સંકળાયેલ ટ્રકોના રીપેરીંગ માટે ના ગેરેજ (પેટ્રોલ પંપની બાજુમાં),

એવી હોટલ, લોજ મોટેલ કે જ્યાં પ્રવાસીઓ લોકડાઉનના કારણે રોકાયેલ હોય અથવા મેડિકલ અને ઇમરજન્સી સેવાઓ સાથે સંકળાયેલ સ્ટાફ, વિમાન સેવા કે દરિયાઈ ક્રુ સેવા સાથે સંકળાયેલ સ્ટાફ રોકાયેલ હોય તો તેને કવોરેન્‍ટાઇન સર્વિસ તરીકે ઉપયોગ કરી શકાશે, અંતિમ વિધિ ના કેસમાં ૨૦ કે તેથી ઓછી વ્યક્તિઓ જોડાઈ શકશે, એપીએમસી સાથે સંકળાયેલ ખેત ઉત્પાદક મંડળીઓ તેમજ ખેત ઉત્પાદન ખરીદી સાથે સંકળાયેલ એજન્સીઓ, ફટીલાઈઝર બિયારણ અને જંતુનાશક દવાઓની દુકાનો, પાકની વાવણી તથા લણણી સાથે સંકળાયેલ મશીનરી,

વાહનો તથા આવી મશીનરીના સ્પેરપાર્ટની તથા રીપેરીંગની દુકાનો, માછીમારી, માછલી ઉદ્યોગના સંચાલન જેમાં ખોરાક અને જાળવણી, લણણી, પ્રક્રિયા, પેકિંગ, કોલ્‍ડ ચેઇન, વેચાણ અને માર્કેટિંગ, સંગ્રહ, ફીડ પ્લાન્ટસ, માછલીના વ્યાપારી, માછલી ઝીંગા અને માછલી ઉત્પાદનોના પરિવહન, માછલી ના બીજ, ફીડ તેમજ આ બધી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલ સેવાઓ ચાલુ રહેશે.

સરકારી ફરજ અથવા કામગીરીમાં હોય તેવા સરકારી અધિકારીઓ કર્મચારીઓ તેમજ હોમગાર્ડ કે અન્ય સરકારી અર્ધ સરકારી એજન્સીના અધિકારીઓ કર્મચારીઓ કે જેવો કાયદેસરની ફરજ ઉપર હોય તેઓને આ હુકમ લાગુ પડશે નહીં. આ ઉપરાંત નોવેલ કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા તકેદારીના ભાગરૂપે ઉકત અપવાદોમાં પણ સેનીટાઇઝેશન, સોશિયલ ડીસ્‍ટન્‍સીંગ જેવી તકેદારીઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. આ હુકમનો ભંગ કરનાર ભારતીય દંડ સહિંતા સહિત ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ શિક્ષાને પાત્ર થશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.