Western Times News

Gujarati News

માઈક્રો ફૂડ એકમોના ઔપચારિકરણ માટે રૂ.10,000 કરોડની યોજના

PIB Ahmedabad
ખેડૂતો માટે રૂ.1000 કરોડના ફાર્મ-ગેટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફંડની જાહેરાત
માઈક્રો ફૂડ એકમોના ઔપચારિકરણ માટે રૂ.10,000 કરોડની યોજના
પ્રધાન મંત્રી મત્સ્ય સંપદા યોજના (પીએમએમએસવાય) મારફતે માછીમારોને રૂ.20,000 કરોડની સહાય
રાષ્ટ્રીય પશુ રોગ નિયંત્રણ કાર્યક્રમ
રૂ.15,000 કરોડનું પશુ પાલન માળખાગત વિકાસ ફંડ સ્થપાશે
રૂ.4,000 કરોડના ખર્ચે હર્બલ વાવેતરને પ્રોત્સાહન
રૂ.500 કરોડ મધમાખી ઉછેર માટે ખર્ચાશે
ફ્રોમ ટોપ ટુ ટોટલ માટે રૂ.500 કરોડ

કૃષિ ક્ષેત્રમાં શાસકિય અને વહિવટી સુધારાના પગલાં લેવાશેઃ
ખેડૂતોને બહેતર ભાવ મળી રહે તે માટે આવશ્યક ચીજવસ્તુ ધારામાં સુધારા
ખેડૂતોને માર્કેટીંગની પસંદગી મળી રહે તે માટે ખેત બજાર સુધારા
ખેત પેદાશોની કિંમત અને ગુણવત્તાની ખાત્રી
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તા.12 મે, 2020ના રોજ રૂ.20 લાખ કરોડ એટલે કે ભારતન જીડીપીના 10 ટકા જેટલા વિશેષ આર્થિક અને ઘનિષ્ટ પેકેજની જાહેરાત કરી હતી. તેમણે આત્મનિર્ભર ભારત અભિયાન માટેની અથવા તો સ્વનિર્ભર ભારત ચળવળની જાહેરાત કરી છે. તેમણે આત્મનિર્ભર ભારતના સ્થંભ તરીકે અર્થતંત્ર, માળખાગત સુવિધાઓ, સિસ્ટમ, ધબકતી માનવ સંપદા અને માંગને ગણાવ્યા છે.

કેન્દ્રીય નાણાં તેમજ કોર્પોરેટ બાબતોનાં મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણે આજે તેમની પ્રેસ કોન્ફરન્સમાં ખેતી, માછીમારી અને ફૂડ પ્રોસેસીંગ સેક્ટરને મજબૂત બનાવવા માટે દેશમાં માળખાગત સુવિધાઓ, લોજીસ્ટીક્સ, ક્ષમતા નિર્માણ, શાસકીય અને વહિવટી સુધારા કરવા માટેની જાહેરાત કરી છે.

આ અંગે વિગતો આપતાં શ્રીમતિ સિતારામને સૂચવેલા 11 પગલાંમાં 8 પગલાં કૃષિ ક્ષેત્રે માળખાગત સુવિધાઓ સુધારવા માટેના તથા 3 પગલાં વહિવટી અને શાસકિય સુધારા અંગેના છે, જેમાં ખેત પેદાશોના વેચાણ અને સંગ્રહ મર્યાદા નાબૂદ કરવાનો સમાવેશ થાય છે.

કેન્દ્રીયમંત્રીએ પ્રારંભમાં જણાવ્યું હતું કે ગઈ કાલે તેમણે ખેડૂતોને સહાય માટે મહત્વના બે પગલાં અંગેની જાહેરાત કરી હતી, જેમાં નાબાર્ડ દ્વારા રૂ.30,000 કરોડની એડિશનલ ઈમર્જન્સી વર્કિંગ કેપિટલ સુવિધાનો સમાવેશ થતો હતો, જેથી રિજીયોનલ રૂરલ બેંકો અને સહકારી બેંકો કાપણી પછીની રવિ સિઝન અને ખરીફ પાક માટે ધિરાણો આપી શકે. બીજી બાબતમાં ખેતી ક્ષેત્રે રૂ.2 લાખ કરોડના ધિરાણને વેગ આપીને પ્રધાન મંત્રી કિસાન યોજનામાં 2.5 કરોડ લાભાર્થીઓને ડિસેમ્બર 2020 સુધીમાં કિસાન ક્રેડિટ કાર્ડ યોજના હેઠળ આવરી લેવાનો સમાવેશ થાય છે.

છેલ્લા બે માસ દરમ્યાન સરકારે કરેલી કામગીરીની વિગત આપતાં નાણાં મંત્રીએ જણાવ્યું હતું કે લૉકડાઉનના ગાળા દરમ્યાન રૂ.74,300 કરોડથી વધુ રકમ મારફતે લઘુતમ ટેકાના ભાવથી ખરીદી કરવામાં આવી છે. રૂ.18,700 કરોડનું પીએમ કિસાન ફંડ તબદીલ કરાયું છે અને પ્રધાન મંત્રી ફસલ વીમા યોજના હેઠળ રૂ.6400 કરોડના દાવાઓની ચૂકવણી કરવામાં આવી છે.

વધુમાં લૉકડાઉન દરમ્યાન દૂધની માંગમાં 20 થી 25 ટકાનો ઘટાડો થયો છે, જે દૈનિક 560 લાખ લીટર જેટલો થાય છે. દૈનિક 360 લાખ લીટર દૂધની ખરીદી સામે આ દૂધ પણ સહકારી સંસ્થાઓએ ખરીદી લીધુ હતું. કુલ 111 કરોડ લીટર દૂધની વધારાની ખરીદી કરીને રૂ.4100 કરોડની ચૂકવણી કરવામાં આવી છે.

આ ઉપરાંત વર્ષ 2020-21 માટે ડેરી સહકારી મંડળીઓને વાર્ષિક 2 ટકા જેટલું વ્યાજનું સબવેન્શન આપવાની યોજના શરૂ કરવામાં આવી છે, જેમાં ઝડપથી ચૂકવણી કરનારને વ્યાજના સર્વિસીંગમાં વાર્ષિક 2 ટકાનો વધારાનો લાભ મળશે. આ યોજનાથી રૂ.5,000 કરોડની વધારાની પ્રવાહિતા પ્રાપ્ત થશે, જેનો લાભ 2 કરોડ ખેડૂતોને મળશે.

માછીમારી ક્ષેત્ર માટે કોરોના સંબંધિ 4 જાહેરાતો 24 માર્ચના રોજ કરવામાં આવી હતી અને તેનો અમલ પણ શરૂ થઈ ગયો છે. 242 રજીસ્ટર્ડ શ્રીમ્પ હેચરીઝની નોંધણી થઈ હતી અને નૌપીલી ઉછેરની હેચરીઝની મુદત તા.31-03-2020ના રોજ પૂરી થતી હતી તેને વધુ ત્રણ માસ માટે લંબાવવામાં આવી છે અને દરિયામાંથી પકડવામાં આવતા મત્સ્ય અને આક્વા કલ્ચર અંગેના સંચાલનને ઈનલેન્ડ ફીશરીઝમાં આવરી લેવામાં આવ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.