Western Times News

Gujarati News

ઈદની મુબારક પાઠવવામાં સોશિયલ ડિસ્ટનસિંગ જાળવવાની જિલ્લા વહીવટી તંત્રની અપીલ

મુસ્લિમ બિરદારોને “કોરોના સંક્રમણ” ને ધ્યાને લઈને, ઇદની મુબારકબાદી પાઠવતી વેળા  ગળે નહિ મળવાનો અનુરોધ :
વ્યારા: આગામી તા.૨૫મી મેં ના રોજ મુસ્લિમ બિરાદરોનો પવિત્ર તહેવાર રમઝાન ઈદ આવી રહ્યો છે. જે નિમિત્તે તાપી જિલ્લાના મુસ્લિમ બિરદારોને “કોરોના સંક્રમણ” ને ધ્યાને લેતા, ઈદ ની મુબારકબાદી પાઠવતી વેળા, પરસ્પર ગળે નહિ મળવાનો જિલ્લા વહીવટી તંત્રે અનુરોધ કર્યો છે.

સોશિયલ ડિસ્ટનસિંગ, સેનેટાઇઝર, અને માસ્કના ફરજિયાત ઉપયોગ સાથે, લોકડાઉન-૪મા પ્રજાજનોને તેમના રોજિંદા જીવન વ્યવહારને પુન: ધબકતું કરવાની મળેલી તકને જાળવી રાખવા, અને જિલ્લામાં “કોરોના” ને પ્રવેશતો અટકાવવામાં મુસ્લિમ બિરદારોને સામાજિક દાયિત્વના ભાગરૂપે, વહીવટી તંત્રની આ અપીલમાં સહયોગી બનવાની હિમાયત, જિલ્લાના કલેકટર શ્રી આર.જે.હાલાણી, જિલ્લા વિકાસ અધિકારી કુ.નેહા સિંહ, તથા જિલ્લા પોલીસ અધિકારી શ્રી એન.એન.ચૌધરીએ કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.