Western Times News

Gujarati News

એક જ દિવસમાં સૌથી વધુ ૭૧ શ્રમિક સ્પેશયલ ટ્રેન ગુજરાતથી અન્ય રાજ્યોમાં ગઇ

પ્રતિકાત્મક

તા. ૨૦મી મે બુધવાર મધ્યરાત્રિ સુધીમાં ગુજરાતમાંથી ૬૩૩ શ્રમિક સ્પેશિયલ ટ્રેન મારફતે ૯ લાખ ૧૮ હજાર પરપ્રાંતિય શ્રમિકો વતન રાજ્ય જવા રવાના થયા

ઉત્તરપ્રદેશ – બિહાર- ઝારખંડ – તામિલનાડુ-છત્તિસગઢ સહિત વિવિધ રાજ્યો માટે ગુરુવારે મધરાત સુધીમાં ગુજરાતથી વધુ ૬૪ શ્રમિક સ્પેશ્યલ ટ્રેન રવાના થશે

રાજ્ય સરકારના વહિવટી તંત્રએ ભારત સરકાર સાથેના સંકલન દ્વારા ગુરુવાર તા. ૨૧મી મેની રાત્રિ સુધીમાં દેશભરમાં સૌથી વધુ  ૬૯૭ શ્રમિક સ્પેશ્યલ ટ્રેન દ્વારા આશરે ૧૦ લાખ ૨૦ હજાર જેટલા અન્ય રાજ્યોના શ્રમિકો-કામદારોને તેમના વતન રાજ્યમાં મોકલવાની સફળતાપૂર્વક વ્યવસ્થા કરી છે.

મુખ્યમંત્રીશ્રીના સચિવ શ્રી અશ્વિનીકુમારે આ અંગેની વધુ વિગતો આપતા જણાવ્યું કે, પરપ્રાંતિય શ્રમિકો-કામદારોને તેમના વતન રાજ્ય જવા માટે તા. ૨૦મી મે બુધવાર મધ્યરાત્રિ સુધીમાં સમગ્ર દેશમાંથી દોડેલી  કુલ ૨૦૨૩ શ્રમિક સ્પેશિયલ ટ્રેનોમાંથી ૬૩૩ ટ્રેનો એકલા ગુજરાતમાંથી રવાના થઇ છે.  આ ૬૩૩ શ્રમિક સ્પેશિયલ ટ્રેન મારફત ગુજરાતમાંથી નવ લાખ ૧૮ હજાર જેટલા પરપ્રાંતિય શ્રમિક ભાઈઓ-બહેનોને પોતાના વતન રાજ્યમાં કોઇપણ અડચણ કે મુશ્કેલી વગર પહોંચાડવામાં આવ્યા છે.  આ સંદર્ભમાં તેમણે જણાવ્યું કે, અત્યાર સુધીમાં કોઇ પણ એક રાજ્યમાંથી સૌથી વધુ શ્રમિક સ્પેશ્યલ ટ્રેન ચલાવવામાં આવી હોય તેવું એક માત્ર રાજ્ય ગુજરાત છે.

ગર્વની વાત એ છે કે તા.ર૦મી બુધવારે એક જ દિવસમાં ૭૧ શ્રમિક સ્પેશયલ ટ્રેન રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી અન્ય રાજ્યોમાં રવાના થઇ છે.        પરપ્રાંતિયો-શ્રમિકો અને ભાઇઓ-બહેનોને સન્માન સાથે તેમના વતન એક વાર મોકલવા માટેની રાજ્ય સરકારે જે ઝડપી કામગીરી કરી છે તેની સમગ્ર દેશમાં નોંઘ લેવાઇ છે તેમ પણ તેમણે કહ્યું હતું.

તેમણે વધુમાં જણાવ્યું કે તા. ૨૦મી મેની મધરાત સુધીમાં સમગ્ર દેશમાંથી દોડેલી કુલ ૨૦૨૩ શ્રમિક સ્પેશિયલ ટ્રેનો પૈકી અન્ય રાજ્યોની વિગતોમાં ગુજરાતમાંથી સૌથી વધુ ૬૩૩ શ્રમિક સ્પેશિયલ ટ્રેન મારફત શ્રમિક ભાઈઓ-બહેનોને તેમના વતન રાજ્યમાં પહોંચાડવામાં આવ્યા છે. મહારાષ્ટ્રમાંથી ૩૭૧, પંજાબમાંથી ૨૪૭, કર્ણાટકમાંથી ૧૨૫, ઉત્તરપ્રદેશમાંથી ૯૭, તેલંગાણામાંથી ૭૯, રાજસ્થાનમાંથી ૭૪, બિહારમાંથી ૪૮, દિલ્હીમાંથી ૮૯, આંધ્રપ્રદેશમાંથી ૩૯, છત્તીસગઢમાંથી ૩, ગોવામાંથી ૧૪, હરિયાણામાંથી ૫૪, જમ્મૂ-કાશ્મીરમાંથી ૩, ઝારખંડમાંથી ૨, કેરેલામાંથી ૩૬, મધ્યપ્રદેશમાંથી ૭, પોંડ્ડીચેરીમાંથી ૧, પંજાબમાંથી ૨૪૭, તમિલનાડુંમાંથી ૯૧, ઉત્તરાખંડમાંથી ૬ અને પશ્વિમ બંગાળમાંથી ૧ ટ્રેન  દોડાવાઇ છે.

ગુજરાતમાંથી તા. ૨૦મી મે મધ્યરાત્રિ સુધીમાં જે ૬૩૩ શ્રમિક સ્પેશ્યલ ટ્રેન રવાના થઇ છે તેમાં યુ.પી. માટે-૪૩૮, બિહાર માટે-૯૪, ઓરિસા માટે-૩૮, મધ્યપ્રદેશ માટે-૨૬, ઝારખંડ માટે-૨૦, છત્તીસગઢ માટે ૮, પશ્ચિમ બંગાળ માટે-૨, મહારાષ્ટ્ર માટે-૧, મણિપુર માટે-૧ રાજસ્થાનમાટે-૧, ઉત્તરાખંડ માટે-૫૦ અને જમ્મુ-કાશ્મીર માટે-૧ અને તમિલનાડું માટે-૧ ટ્રેન દ્વારા શ્રમિકોએ વતનની વાટ પકડી છે.         હવે, તા. ૨૧મી મે, ગુરુવાર મધરાત સુધીમાં આવી વધુ ૬૪ ટ્રેન દ્વારા ૧ લાખ ૧ હજાર પરપ્રાંતિય શ્રમિકો તેમના વતન રાજ્ય ઉત્તરપ્રદેશ, બિહાર, ઝારખંડ, છત્તિસગઢ અને તમિલનાડું વગેરેમાં જવા રવાના થશે.

જે ૬૪ ટ્રેન ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી ગુરુવારે રાત્રિ સુધીમાં રવાના થશે. તેમાં ઉત્તરપ્રદેશ માટે ૨૫, બિહાર માટે ૩૦ ટ્રેન, ઝારખંડ માટે ૪ અને તમિલનાડુ માટે ૨ અને છત્તિસગઢ માટે ૩ ટ્રેન દોડશે.

જેમાં અમદાવાદમાંથી બિહાર માટે ૭ ટ્રેન, ઝારખંડ માટે ૨ ટ્રેન, ઉત્તરપ્રદેશ માટે ૩ ટ્રેન, છત્તિસગઢ માટે ૨ ટ્રેન એમ કુલ ૧૪ ટ્રેન રવાના થશે.  સુરતમાંથી બિહાર માટે ૧૨ ટ્રેન, ઝારખંડ માટે ૧ ટ્રેન, ઉત્તરપ્રદેશ માટે ૧૫ ટ્રેન એમ કુલ ૨૯ ટ્રેન રવાના થશે. જ્યારે વડોદરાથી બિહાર માટે ૨ ટ્રેન, ઉત્તરપ્રદેશ માટે ૧ ટ્રેન, રાજકોટમાંથી બિહાર માટે ૧ ટ્રેન, ઉત્તરપ્રદેશ માટે ૧ ટ્રેન, ભરૂચમાંથી બિહાર માટે ૨ ટ્રેન, ઉત્તરપ્રદેશ માટે ૧ ટ્રેન, જામનગરમાંથી  બિહાર માટે ૧ ટ્રેન, ઝારખંડ માટે ૧ ટ્રેન, કચ્છ-ભૂજમાંથી બિહાર માટે ૧ ટ્રેન, ગાંધીઘામમાંથી બિહાર માટે ૧ ટ્રેન, પાલનપૂરમાંથી બિહાર માટે ૧ ટ્રેન, પોરબંદરમાંથી બિહાર માટે ૧ ટ્રેન, આણંદમાંથી ઉત્તર પ્રદેશ માટે ૧ ટ્રેન, ગાંધીનગરમાંથી છત્તિસગઢ માટે ૧ ટ્રેન, ભાવનગરમાંથી બિહાર માટે ૧ ટ્રેન મારફત શ્રમિક ભાઈઓ-બહેનોને તેમના વતન રાજ્યમાં પહોંચાડવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.