Western Times News

Gujarati News

રેસિ. ડોક્ટરોની કોવિડ ડ્યુટી પીજી મેડિકલ ઈન્ટર્નશીપ તરીકે ગણાશે

અમદાવાદ,  છેલ્લા બે મહિનાથી રેસિડેન્ટ ડોકટરો ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સ તરીકે કોવિડ-૧૯ વોર્ડ્‌સમાં સખત મહેનત કરી રહ્યા છે. અણીની વેળાએ મદદ કરી રહેલા આ ડાક્ટરોને જાતાં રાજ્ય સરકારે મેડિકલ કાઉÂન્સલ ઓફ ઈÂન્ડયાને પોસ્ટ ગ્રેજ્યુએશનના ત્રીજા વર્ષના મેડિકલ સ્ટુડન્ટ્‌સની ફાઈનલ પરીક્ષા મુલતવી રાખવાની વિનંતી કરી છે. લાગી રહ્યું છે કે, રાજ્ય સરકારે રેસિડન્ટ ડાક્ટરોની પરીક્ષા પાછળ કરાવીને તેમને આ ડ્યૂટીનું વળતર ચૂકવવાનું મન બનાવ્યું છે. આ ડાક્ટરોની કોવિડ-૧૯ ડ્યૂટીના સમયગાળાને તેમની ફરજિયાત ઈન્ટર્નશીપ તરીકે ગણી લેવાનો નિર્ણય કર્યાે છે. સામાન્ય રીતે પરીક્ષા પૂરી થાય પછી તરત જ તેમને ગ્રામ્ય વિસ્તારોમાં એક વર્ષ માટે ઈન્ટર્નશીપ આપવામાં આવે છે.

ઘણા ડાક્ટરોએ ૩૦ લાખ રૂપિયાના બોન્ડ ચૂકવીને આ ઈન્ટર્નશીપ છોડી દે છે. મહ¥વનું છે કે, સરકાર વિદ્યાર્થીઓને એડમિશન આપે ત્યારે તેમની પાસે આ બોન્ડ પર સહી કરાવે છે. જા કે, રાજ્ય સકરારે હાલ આ ડાક્ટરોને છૂટછાટ આપી છે. કોવિડ-૧૯ના દર્દીઓની સારવાર મુખ્યત્વે આ રેસિડેન્ટ ડાક્ટરો જ કરે છે. ગયા મહિને આ ડાક્ટરોએ એક અનામી પત્ર લખીને તેમને પડતી મુશ્કેલીઓ વિશે ગુજરાત હાઈકોર્ટને જાણ કરી હતી.

કોવિડ-૧૯ની હેÂક્ટક ડ્યૂટી કરતાં ડાક્ટરોની સેવાને જતી ના કરાય તેવું સરકાર માને છે. માટે જ તેઓ આ વિદ્યાર્થીઓને ફાઈનલ પરીક્ષાની તૈયારી માટે સમય આપવા માગે છે. સામાન્ય રીતે આ પરીક્ષા એપ્રિલથી મે વચ્ચે લેવાતી હોય છે. જા કે, આ વખતે પરીક્ષા ઓગસ્ટ પહેલાં નહીં યોજાય. આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું, કોવિડ-૧૯ની ડ્યૂટીને વિદ્યાર્થીઓને ઈન્ટર્નશિપ પીરિયડમાં ગણીશું અને આ કેવી રીતે કરવું તે અંગે ચર્ચા ચાલી રહી છે. આમ કરવા પાછળનો હેતુ છે કે વિદ્યાર્થીઓને કોઈ નુકસાન ના થાય.

ગુજરાતની જેમ અન્ય રાજ્યોએ પણ સેન્ટ્રલ ઓથોરિટીને ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓની ફાઈનલ પરીક્ષા મોડી લેવા વિનંતી કરી છે. આ મુદ્દે જુનિયર ડાકટર્સ એસોસિએશનના પ્રમુખ પિંકેશ ડામોરે કહ્યું, તમામ સિનિયર ડાક્ટરો કોવિડ-૧૯ ડ્યુટીમાં વ્યસ્ત છે ત્યારે આ માહોલમાં પરીક્ષા લેવી શક્ય નથી. અન્ય કેન્દ્રોમાંથી પણ તેમને બોલાવી શકાય તેવી Âસ્થતિ નથી. અમે માગ કરી છે કે, રેસિડેન્ટ ડાક્ટરોની કોવિડ ડ્યુટીને તેમની ઈન્ટર્નશિપનો ભાગ ગણી લેવામાં આવે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.