Western Times News

Gujarati News

હળવદમા ફરી થઈ કોરોનાની રી-એન્ટ્રી

પોતાની FB પ્રોફાઈલમા “Stay At Home” સંદેશો આપતા ૬૮ વર્ષીય નિવૃત શિક્ષક,૬૭ વર્ષીય મુસ્લીમ મહીલા થયા સંક્રમિત

(જીજ્ઞેશ રાવલ દ્રારા) હળવદ: હળવદ વિસ્તાર સમગ્ર લોકડાઉન દરમ્યાન કોરોના સંક્રમણથી મુકત રહયો હતો.પરંતુ, લોકડાઉન ખુલતાની સાથે જ એક પછી એક ચાર સંક્રમિતો સામે આવ્યા હતા,જે સપૂર્ણ સ્વસ્થ થઈ જતા.હળવદ વિસ્તાર સંપુર્ણત કોરોના મુકત થઈ ગયેલ હતો.ત્યારે,હળવદના વાણીયા વાડ વિસ્તારમા રહેતા ૬૮ વર્ષીય નિવૃત શિક્ષક દત્ત પ્રકાશ મહેતા (દત્ત સાહેબ) તેમજ દંતેશ્વર દરવાજા વિસ્તારમા રહેતા અને છેલ્લા થોડા દિવસ થયા તાવ આવ્યા બાદ,હળવદ નગર પાલીકાના વોર્ડ નં-૩માથી ચાલુ ટર્મમા કોંગ્રેસના ઉમેદવાર રહી ચુકેલા એવા ૬૭ વર્ષીય મહીલા હનીફાબેન મહંમદભાઈ ઘાંચીનો પણ કોરોના રીપોર્ટ પોઝેટીવ આવતા,હળવદમા કોરોનાની રી-એન્ટ્રી થતા,ફરી બે કોરોના એકટીવ કેસ નોંધાયો છે.જેના પગલે શહેરીજનોમા ફફડાટ વ્યાપી ગયેલ છે.

મુળ હળવદના અને ધાર્મીક-મિલનસાર સ્વભાવના નિવૃત શિક્ષક એવા દત્ત સાહેબની એક જવાબદાર નાગરીક તરીકેની જાગૃતતાનો પરીચય તેમના ફેસબુક પ્રોફાઈલના પીકચરમા મળી રહે છે.જેમા તેઓ એ તેમના ફોટો સાથે દરેક દેશવાસીઓને  ધરે રહી પોતાના વર્તુળ-સમાજને કોરોના વાઈરસથી સુરક્ષીત રાખવાનો એક સંદેશ પાઠવેલ છે.ત્યારે,આવા જાગૃત વયસ્ક પણ સંક્રમિત થતા,કોરોના સંક્રમણને અવગણી,કોરોના સંક્રમણથી બચવા સાવચેતી ન રાખનાર લોકો માટે આ કીસ્સો ચેતવણી સમાન છે.ત્યારે,દરેક નાગરીકો કોરોના સંક્રમણ મુકત સમાજના નિર્માણ માટે જાગૃત બને તેવી સમયની માંગ છે

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.