Western Times News

Gujarati News

રામ મંદિર કાર્યક્રમ: જોશી-અડવાણી સહિત ૨૦૦ લોકોને આમંત્રણ મળી શકે છે

નવીદિલ્હી, રામ મંદિરનું નિર્માણ શરૂ થવાના પ્રસંગે બધાની ઈચ્છા હશે ત્યારે અયોધ્યામાં હાજર રહે. ખસ કરીને સંતો- મહંતો અને આંદોલન સાથે જોડાયેલા લોકોની. પરંતુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હાથે ૫ ઓગસ્ટે થનારા મંદિરના શિલાન્યાસના આ પાવન અવસર પર વધુ લોકોના ભેગા થવાથી કોરોના સંક્રમણનો ખતરો હશે સાથે સુરક્ષા કારણોથી વધારે લોકો ભેગા થાય તે યોગ્ય રહેશે નહીં. તેવામાં રામ મંદિરના શિલાન્યાસના ઐતિહાસિક પ્રસંગે બધાની અયોધ્યા પહોંચવાની ઈચ્છા પૂરી થશે નહીં.

સૂત્રો પ્રમાણે આ પ્રસંગે અહીં માત્ર ૨૦૦ લોકો ઉપસ્થિત રહેશે. ૨૦૦ લોકોના નામોનું લિસ્ટ બનાવવામાં વિહિપ, શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ, રામ મંદિર ઉચ્ચાધિકાર સમિતિના પ્રમુખ સભ્યો અને ટોચના વહીવટી તંત્રની મહત્વપૂર્ણ ભૂમિકા રહેવાની છે. સૂત્રો અનુસાર એક-બે દિવસમાં ટેલીફોન કે પત્રો દ્વારા બધા આમંત્રિતોને જાણ કરી દેવામાં આવશે. આમ તો જે મુખ્ય લોકોએ રામ મંદિર આંદોલન ચલાવ્યું રાજકીય અને ધાર્મિક સ્તર પર, તેમાંથી ઘણા લોકો આજે દુનિયામાં નથી. પરંતુ જે જીવિત છે, તેને બોલાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે.

ભૂમિ પૂજન કાર્યક્રમ માટે લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, ઉમા ભારતી, વિનય કટિયાર, સાધ્વી રૂતુભરા, કલ્યાણસિંહ, જય ભાનસિંહ પવૈયાને આમંત્રણ મળી શકે છે કહેવામાં આવી રહ્યું છે કે આ કાર્યક્રમમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર રહી શકે છે. આ સિવાય ૫ ઓગસ્ટે શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના સભ્યો પણ હાજર રહેશે. આ ટ્રસ્ટમાં ૧૫ સભ્યો છે. જેમાં મહેન્દ્ર નૃત્ય ગોપાલદાસ, સ્વામી ગોવિંદ દેવ ગિરી,ચંપત રાય,નૃપેન્દ્ર મિશ્રા,કે પરસારણ,સ્વામી વાસુદેવાનંદ સરસ્વતી,સ્વામી વિશ્વ પ્રસંત તીર્થ જી મહારાજ,યુગ પુરુષ આનંદ ગિરી,વિમલેન્દ્ર મોહન પ્રતાપ મિશ્રા,અનિલ મિશ્રા,કમેશ્વર ચૌપાલ,મહંત દિનેન્દ્રદાસ જી,જ્ઞાનેશકુમાર, ગૃહ મંત્રાલય, અધિકારી, અવનીશ અવસ્થી, યુપી સરકાર, અધિકારી,અનુજ ઝા, જિલ્લા મેજિસ્ટ્રેટ,અયોધ્યાનો સમાવેશ થાય છે.

વિશ્વ હિંદુ પરિષદે વર્ષોથી રામ મંદિર આંદોલન ચલાવ્યું છે. તેવામાં વિહિપના હાલના નેતૃત્વને આમંત્રણ આપવામાં આવી શકે છે.જેમાં આલોકકુમાર, કાર્યકારી અધ્યક્ષ, વીએચપી,સદાશિવ કોકજે, આંતરરાષ્ટ્રીય પ્રમુખ, વીએચપી,દિનેશચંદ્ર, મુખ્ય સંરક્ષક, વીએચપી,પ્રકાશ શર્મા, બજરંગ દળના ભૂતપૂર્વ પ્રમુખ,મિલિંદ પરંડે, જનરલ સેક્રેટરી, વીએચપી રામ મંદિર નિર્માણ થવું સંઘનું સપનું રહ્યું છે. હવે જ્યારે આ સપનું પૂરુ થવા જઈ રહ્યું છે ત્યારે માનવામાં આવી રહ્યું છે કે આ શુભ દિવસે સંઘના મોટા નેતાઓને પણ અયોધ્યા આવવાનું આમંત્રણ મળી શકે છે. કહેવામાં આવી રહ્યું છે કે, સંઘ પ્રમુખ મોહન ભાગવત હાજર રહી શકે છે. આ સિવાય અન્ય એક-બે વરિષ્ઠ અધિકારીઓ પણ હાજરી આપી શકે છે. સૂત્રોનું કહેવું છે કે આ સિવાય વિશ્વ હિન્દુ પરિષદની ઉચ્ચાધિકાર સમિતિના ૪૦-૫૦ સભ્યોમાંથી મોટા ભાગનાને બોલાવવામાં આવી શકે છે. જેમાં રામ વિલાસ વેદાંતી અને જિતેન્દ્રાનંદ સરસ્વતીનું નામ સામે આવી રહ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.