Western Times News

Gujarati News

 Dream 11 IPLનું ટાઈટલ સ્પોન્સરઃ ટાટા ગ્રુપ પણ રેસમાં સામેલ હતું

IPL 2020 માટે ચીની કંપની વીવોની જગ્યાએ નવા ટાઇટલ સ્પોન્સર્સની જાહેરાત કરવામાં આવી છે. વીવોને સિઝન 13થી હટાવ્યા બાદ ડ્રીમ 11 ને આ વર્ષે આઇપીએલની ટાઇટલ સ્પોન્સરશિપ મળી છે.ડ્રીમ 11 એ આઈપીએલ 2020 સીઝન માટે 250 કરોડમાં સ્પોન્સર્સ અધિકાર ખરીદ્યા છે.આ બોલી VIVOના વાર્ષિક 440 કરોડ રૂપિયા કરતા 190 કરોડ રૂપિયા ઓછી છે. ટાટા ગ્રુપ પણ ટાઇટલ સ્પોન્સરશીપ રાઇટ્સ રેસમાં સામેલ હતું. આઇપીએલ આ વર્ષે સંયુક્ત આરબ અમીરાત (યુએઈ) માં 19 સપ્ટેમ્બરથી 10 નવેમ્બર સુધી યોજાશે.

ડ્રીમ 11એ સૌથી વધારે બોલી લગાવી છે. બીસીસીઆઈના અહેવાલ અનુસાર અનએકેડમીએ 210 કરોડ, ટાટાએ 180 કરોડ અને બૈજુસે 125 કરોડની બોલી લગાવી હતી. જેમાં 250 કરોડની બોલી લગાવનાર ડ્રીમ 11ને આ વર્ષે ટાઈટલ સ્પોન્સર તરીકે જાહેર કરાયું છે.

જણાવી દઈએ કે અગાઉ ભારત અને ચીન વચ્ચે વધી રહેલા વિવાદને કારણે બીસીસીઆઈએ આ સિઝન માટે વિવોની છુટ્ટી કરી દીધી હતી. વિવોએ 2018 થી 2022 સુધીના પાંચ વર્ષ માટે 2190 કરોડ રૂપિયા (દર વર્ષે 440 કરોડ રૂપિયા) માં આઇપીએલ ટાઇટલ સ્પોન્સરશિપ રાઇટ્સ ખરીદ્યા હતા. વિવો આવતા વર્ષે મુખ્ય પ્રાયોજક તરીકે પરત આવી શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.