Western Times News

Gujarati News

ઉમરેઠ પોલીસે પાંચ વર્ષ જુના કેસનો ભેદ ઉકેલ્યો

(પ્રતિનિધિ)સેવાલીયા, આણંદ જિલ્લાના ઉમરેઠ પોલીસ સ્ટેશનમાં પાંચ વર્ષ આગાઉ ઉમરેઠ-ડાકોર રોડ ઉપર આધેડ વયના એક અજાણ્યા સખ્શ ઉપર કોઈ વાહને ટક્કર મારી મોત નિપજાવી ગયાની ફરિયાદ નોધાઈ હતી, પરંતુ મરણ જનારના ખિસ્સામાથી મળી આવેલ એક પાવતી એ આખો ભેદ ઉકેલી નાખ્યો હતો, તા.૨૭.૧૨.૨૦૧૫ના રોજ ઉમરેઠ – ડાકોર રોડ ઉપર બનેલી ઘટના બાદ મૃતકના ખિસ્સામાથી પોલીસને ડીઝલ ભરાવ્યાની એક પાવતી મળી આવી હતી,

જે આધારે પોલીસે તપાસ કરતા મુંબઈની રાજહંસ પરિવહન કંપનીની ડીઝલ ભરાવ્યાની પ્રાથમિક હકીકત મળી હતી, તેમજ ટ્રક કન્ટેનરના ડ્રાઈવર તરીકે અમીતકુમાર રામ કિશન પાલ હોવાનું ફલિત થયું હતુ તેમજ ટ્રકમાં ક્રીમનો માલ ભરી દિલ્હીથી પૂના ના રુટ ઉપર આવતા સદર બનાવ બન્યો હતો, તેમજ ટોલનાકાઓઉપર સીસીટીવી ફૂટેજ મેળવવા બાયડ, મોડાસા, તેમજ રાજસ્થાનના બિછુવાડા સુધી તપાસ કરતાં સાબરકાઠાના પ્રાતિજ પોલીસ સ્ટેશનની હદમાં રસુલ પૂરા પાટિયા પાસે બિનવારસી હાલતમાં ટ્રક મળી આવી હતી, જેથી એફએસએલ તેમજ ફિંગર પ્રિન્ટ એક્ષપર્ટ પાસે ચેક કરાવતા ટ્રકની કેબિનમાથી માનવ રુધિર ના ડાઘા મળી આવ્યા હતા. તેમજ કિસ નાગર ટોલ પ્લાજા ઉપરથી મળેલ ફૂટેજમાં ડ્રાઇવરની બાજુમાં એક ઈસમ બેઠેલો જણાઈ આવ્યો હતો

જેનો ફોટો કાઢવી તપાસ કરેલ તેમજ મૃતકની કોલ ડિટેલ એનાલિસિસ કરતા એક નંબરની હાજરી સતત સાથે જણાઈ આવેલ જે નંબરની તપાસ કરતા રામકીશન યાદવનું નામ ખૂલ્યુ હતુ. પાંચ વર્ષ આગાઉ ઉમરેઠ પોલીસ સ્ટેશ્નની હદમાં બનેલી ઘટનાનો આરોપી ઉત્તર પ્રદેશમાં હોય તો ઘાસના પૂળા માઠી સોય શોધવા જવાનુ અતિ કઠોર કામ કરવાનું હતુ , ઉમરેઠ પોલીસની ટીમે ઉત્તરપ્રદેશમાં ધામા નાખી ધોસપુર થાણા તા.જસરા, જી. ફિરોજાબાદ થી આરોપી રામકિશન મહેશચંદ્ર અનોખી લાલ યાદવને જડપી પાડી ઉમરેઠ પોલીસ સ્ટેશને લાવી પૂછપરછ કરતા આરોપીએ કાબુલી લીધું હતુ કે ટ્રકની અંદર બોલા ચાલી થતા મરણ જનારને માથાના ભાગે લોખંડનો રોડ ઉપરાછાપરી મારી મોત નિપજાવી અને લાશને ટ્રક માંથી ફેકી દઈ ખૂનનો ગુન્હો વાહન અકસ્માત માં ફેરવવા મૃતકની લાશ ઉપર ટ્રક ચડાવી ટ્રક લઈ ભાગી છૂટેલ, જેની જીવટભરી તપાસ બાદ પાંચ વર્ષ સુધી નાસ્તા ફરતા આરોપીને ચેક ઉત્તરપ્રદેશ થી આરોપીને પકડી લાવવામાં ઉમરેઠ પોલીસને સફળતા મળી છે,

ઉમરેઠ પોલીસે આરોપીને નામદાર કોર્ટમાં રજૂ કરી રીમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. ઉપરી અધિકારીઓ ની સૂચનાથી ઉમરેઠ પોલીસે એક ટિમ બનાવી જેમાં પોલીસ સબ ઈન્સ્પેકટર પી.કે.સોઢા, તેમજ પોલીસ કર્મીઓ મહેન્દ્રભાઇ મણીલાલ, એલ.સી.બી.ના જાલમસિંહ મસુરસિંહ તથા જયદીપસિંહ લક્ષ્મણ સિંહ તથા પ્રમેશકુમાર ફૂલસિંહની ટીમે ઉત્તર પ્રદેશ પહોચી આરોપીને તેના ઘરેથી દબોચી લેવામાં સફળતા હાંસલ કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.