Western Times News

Gujarati News

પાટનગર દિલ્હીમાં પેટ્રોલની કિંમત ૮૨ રૂપિયા પહોંચી

નવીદિલ્હી, ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ દર મહિનાના છેલ્લા દિવસે પેટ્રોલની કીંમતમાં વધારો કરે છે તેનાથી રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પેટ્રોલની કિંમતમાં ૮૨ રૂપિયા પહોંચી છે.એ યાદ રહે કે ડીઝલની કીમતોમાં કોઇ નવા ફેરફાર થયા નથી દિલ્હીમાં આજે પેટ્રોલની કીંમત ૮૨.૦૨ રૂપિયા અને ડીઝલની કીંમત ૭૩.૫૬ રૂપિયા છે રોજ સવારે ૬ વાગે નવી કિમતો નક્કી કરાય છે. દિલ્હીમાં પેટ્રોલ ૮૨.૦૨ રૂપિયા, મુંબઇમાં ૮૮૨.૬૮, કોલકતામાં ૮૩.૫૨ અને ચેન્નાઇમાં પેટ્રોલના ભાવ ૮૫ રૂપિયા થયા છે જયારે ડીઝલના ભાવ જાેઇએ તો દિલ્હીમાં ૭૩.૫૬ રૂપિયા પ્રતિ લીટર,મુંબઇમાં ૮૦.૧૧,કોલકતા ૭૭.૦૬ રૂપિયા ચેન્નાઇ ૭૮.૮૬ રૂપિયા પ્રતિ લીટર પહોંચ્યા છે. વિદેશી મુદ્રાની દરની સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડની કિંમત શું છે તેના આધારે રોજ પેટ્રોલ અને ડીઝલની કીમતમાં ફેરફાર આવે છે.પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એકસાઇઝ ડયુટી ડીલર કમીશન અને અન્ય ચીજો જાેડયા બાદ તેના ભાવ ડબલ થાય છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.