Western Times News

Gujarati News

રાજયસભાના ઉપસભાપતિની ચુંટણી ૧૪ સપ્ટેમ્બરે યોજાશે

નવીદિલ્હી, સંસદના ચોમાસા સત્ર દરમિયાન ૧૪ સપ્ટેમ્બરે રાજયસભાના ઉપસભાપતિની ચુંટણી થશે તેના માટે ઉમેદવારી ભરવાની અંતિમ તારીખ ૧૧ સપ્ટેમ્બર છે કોરોના વાયરસ સંક્રમણના વચ્ચે ૧૪ સપ્ટેમ્બરથી સંસદનું ચોમાસુ સત્ર શરૂ થઇ રહ્યું છે આ સત્ર એક ઓકટોબર સુધી ચાલશે.  જદયુના નેતા હરિવંશ નારાયણ સિંહને ફરીથી રાજયસભા ઉપસભાપતિની ચુંટણીનો સામનો કરવો પડશે તે ગૃ-હના સભ્યના રૂપમાં બીજીવાર નિર્વિરોધ ચુંટાઇ આવ્યા હતાં તેમનો કાર્યકાળ આ વર્ષ ૯ એપ્રિલને પુરો થઇ ચુકયો છે હરિવંશ નારાયણ સિંહની ચુંટણી ૨૦૧૮ના ઓગષ્ટ મહિનામાં કરવામાં આવી હતી. રાજયસભા ઉપસભાપતિની ચુંટણી કરાવવાની પ્રક્રિયા ખુબ જ સહજ છે જેને રાજયસભાના સાંસદ જ ચુંટી શકે છે રાજયસભા સાંસદ પોતાના કોઇ પણ સાથી સાંસદના નામનો પ્રસ્તાવ આપી શકે છે તેના માટે એક અન્ય સાંસદનું સમર્થન હોવું જાેઇએ પ્રત્યેક સાંસદને એક જ નામના પ્રસ્તાવની મંજુરી હોય છે જાે કોઇ પ્રસ્તાવમાં એકથી વધુ સાંસદનું નામ છે તો આ સ્થિતિમાં ગૃહને બહુમત જ ફાઇનલ નામ નક્કી કરે છે. તમામ રાજકીય પક્ષોમાં એક સાંસદનું નામ લઇને સહમતિ બને છે ત્યારે સાંસદને આ પદ માટે ચુંટવામાં આવે છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.