Western Times News

Gujarati News

ડી કોક અને સાશાને રમતના મોદાનમાં જ પ્રેમ થઈ ગયો

મુંબઈ: ક્રિકેટ ખેલાડીઓને હંમેશા અભિનેત્રીઓ કે મોડલ સાથે પ્રેમ થાય છે પણ દક્ષિણ આફ્રિકાના કેપ્ટન ક્વિન્ટોન ડી કોકને એક ચીયરલીડર સાથે પ્રેમ થયો હતો અને તેણે પોતાના પ્રેમને લગ્નમાં ફેરવ્યો હતો. ડી કોકની પત્નીનું નામ સાશા હર્લી છે અને વ્યવસાયે ચીયરલીડર હતી. ડી કોક અને સાશાના લગ્નની કહાની એકદમ ફિલ્મી છે. આ બંનેને રમતના મેદાનમાં પ્રેમ થયો હતો. આ વાત ૨૦૧૨ની છે. જ્યારે દક્ષિણ આફ્રિકાની ઘરેલું ટીમ અને આઈપીએલ ટીમ મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે ચેમ્પિયન્સ લીગનો ટી-૨૦ મુકાબલો થયો હતો.

વેસ્ટર્ન ટાઈમ્સ ગુજરાતી PDF ડાઉનલોડ કરવા અહીં ક્લીક કરો

ડી કોક હાઇવેલ્ડ લાયન્સનો ખેલાડી હતો અને તેની ટીમે મુંબઈની ટીમ પર જીત મેળવી હતી. આ જીત પછી સાશાએ ફેસબુક પર ડી કોકને અભિનંદન પાઠવ્યા હતા અને અહીંથી બંને વચ્ચે પ્રેમની શરૂઆત થઈ હતી. ડી કોક અને સાશાએ એકબીજાને ત્રણ વર્ષ સુધી ડેટ કર્યું હતું અને પછી ૨૦૧૫માં સગાઈ કરી હતી.

સગાઇ પછી ડી કોકે સાશાને ક્રિસમસ પર મર્સિડીઝ કાર ભેટમાં આપી હતી. ૧૯ સપ્ટેમ્બર ૨૦૧૬ના રોજ ક્વિન્ટોન ડી કોક અને સાશાએ લગ્ન કર્યા હતા. ડી કોક અને સાશા બંને લવ ડોગર છે અને આ કપલે બે કુતરા પાળ્યા છે. બંનેને માછલી પકડવાનો પણ શોખ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.