Western Times News

Gujarati News

આત્મચિંતનની વાત કરવો વિદ્રોહ છે તો હાં અમે કર્યો: આનંદ શર્મા

નવીદિલ્હી, કોંગ્રેસમાં સુધારને લઇ અવાજ ઉઠી બદલામાં આરોપ પ્રત્યારોપ થયા કેટલાક આશ્વાસન આપવામાં આવ્યા અને ફરી વાત આવી જ ગઇ. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને પત્ર લખનારા ૨૩ વરિષ્ઠ નેતાઓમાં સામેલ આનંદ શર્માને અત્યાર સુધી એક ખબર નથી કે સુધારની ગાડી કયારે ચાલશે.પત્ર વિવાદ બાદ પહેલીવાર કોઇ મીડિયાથી તેઓ રૂબરૂ થયા થોડોક ગુસ્સો થોડીક લાચારી ભરેલા આનંદ શર્માએ કહ્યું કે આજ પહેલા કોંગ્રેસ કયારેય આટલી નબળી ન હતી તે કહે છે કે બેઠકમાં સવાલ ઉઠાવનારા નેતાઓની સાથે જે કાંઇ થયું તે અભિયાન હતું. યુવા કોંગ્રેસમાં ચુંટણી શરૂ કરાવનારા રાહુલના નિર્ણય પર પણ સવાલ ઉઠાવે છે અને કહે છે હવે ત્યાં પરિવારવાદનો સિલસિલો ચાલુ થઇ ગહયો છે સંગઠનમાં આવા લોકો અમારા પર સવાલ ઉઠાવી રહ્યાં છે જે કયારેય કોંગ્રેસને છોડીને ગયા હતાં.

તેમણે કહ્યું કે વિખરાયેલી સ્થિતિ અમે હાલમાં કોંગ્રેસમાં જાેયું અનિશ્ચિતતાની તેના પર અમે બધા ચિંતિત છીએ મુખ્ય કારણ છે કેદેશમાં આજે ગાઢ સંકટ છે રાજનીતિ અને પ્રજાતંત્રનો જે નેરેટિવ છે તેના પર ભાજપ અને આરએસએસનો વિચાર આવી છે અને તેનું વર્ચસ્વ છે. જાે વિપક્ષ નબળુ હશે અને તેનું સીધુ નુકસાન આપણી સંસ્થાઓ લોકોના આત્મવિશ્વાસ પર છે અને ભારતના સામાન્ય નાગરિકના મૂળ અધિકારોમાં છે આ અમારી ચિંતાનું મુખ્ય કારણ હતું.

તેમણે કહ્યું કે પત્ર લખનારા પર વિદ્રોહના આરોપ લગાવાયા છે. જાે વિદ્રોહ શબ્દનો અર્થ બદલી દો કે સાચી તસવીર રજુ કરવી અને નિ સંકોચ રાષ્ટ્ર હિત અને કોંગ્રેસના હિતમાં પોતાની વાત કહેવી બગાવત છે તો હું તેનો સ્વીકાર કરૂ છું સૌથી પહેલા પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહે ગત વર્ષ કાર્યસમિતિની બેઠકમાં આત્મચિંતનની વાત કહી હતી તેનાથી કોંગ્રેસ મજબુત થશે નબળી નહીં.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.