Western Times News

Gujarati News

હથિયારોની ડીલ બાદ રશિયા હવે ભારતને વેક્સીન પણ આપશે

મૉસ્કો: ચીન સાથેના તણાવની વચ્ચે રશિયાએ સતત ભારતનો સાથ નિભાવ્યો છે. તે જી-૪૦૦ એન્ટી મિસાઇલ સિસ્ટમની ઝડપથી ડિલીવરી હોય કે પછી એકે-૪૭ ૨૦૩ બંદૂકોની ડીલ, તમામમાં ભારતીય પક્ષને સમર્થન આપ્યું છે. આ દરમિયાન વધુ એક સારા સમાચાર છે કે કોરોનાની વિરુદ્ધ જંગમાં પણ બંને દેશોની સાથે લડવા માટે મોટો ર્નિણય લીધો છે. હાલમાં જ લૉન્ચ કરવામાં આવેલી રશિયાની કોરોના વેક્સીનના સપ્લાય અને ઉત્પાદનને લઈને ભારત અને રશિયાની વચ્ચે અનેક સ્તરોની વાતચીત ચાલી રહી છે.

ટૂંક સમયમાં જ આ વેક્સીન ભારતને મળી શકે છે. ભારતમાં રશિયાની રાજદૂત નિકોલેય કુશાદેવે જણાવ્યું કે આ વાતચીત પોતાના અંતિમ ચરણમાં છે અને ટૂંક સમયમાં જ આ વિશે કોઈ મોટી જાહેરાત કરી શકે છે. એક રિપોર્ટ મુજબ રશિયાએ ભારતની સાથે સ્પૂતનિક-ફને લઈને સહયોગ તરીકે શૅર કર્યો છે. હાલ ભારત સરકાર આ વાત પર વિચાર કરી રહી છે કે આ વેક્સીનને કેવી રીતે ઉપયોગમાં લાવી શકાય છે. રશિયાના રાજદૂત કુશાદેવે કહ્યું કે,

કેટલીક જરૂરી ટેકનીકલ પ્રક્રિયાઓ બાદ વેક્સીન મોટાપાયે (અન્ય દેશોમાં પણ) ઉપયોગ કરી શકાશે. રિપોર્ટ મુજબ, રાજનાથ સિંહના એસઈઓની બેઠક માટે રશિયાના પ્રવાસ દરમિયાન પણ એક રશિયન પ્રતિનિધિમંડળ સાથે વેક્સીનના ભારત આવવા વિશે ચર્ચા થઈ છે. હવે વિદેશ મંત્રી એસ. જયશંકરના હાલના રશિયા પ્રવાસ દરમિયાન પણ કોરોનાની વેક્સીનને લઈ ચર્ચા થશે. નોંધનીય છે કે, રશિયા આ સપ્તાહથી કોરોના વેક્સીન સ્પૂતનિક-ફને સામાન્ય નાગરિકો માટે ઉપલબ્ધ કરાવવા જઇ રહ્યું છે.

આ વેક્સીનને મૉસ્કોના ગામલેયા રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટે રશિયાના રક્ષા મંત્રાલયની સાથે મળી એડેનોવાયરસને બેઝ બનાવીને તૈયાર કરી છે. રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિને ૧૧ ઓગસ્ટે દુનિયાની પહેલી કોરોના વેકસીનનો લૉન્ચ કરી હતી. રશિયાની સાથે વેક્સીનની સપ્લાય, સાથે મળી ઉત્પાદન સહિત અન્ય મુદ્દાઓ પર ચર્ચા થઈ રહી છે. ઉલ્લેખનીય છે કે, લેસેન્ટ જર્નલ અનુસાર પ્રારંભિક ટ્રાયલમાં આ વેક્સીનની કોઈ ગંભીર સાઇડ ઇફેક્ટ નથી સામે આવી. તેને મેડિકલ વૉચડૉગની ગુણવત્તાની તપાસ પાસ કરવી પડશે. ૧૦થી ૧૩ સપ્ટેમ્બરની વચ્ચે રશિયન સરકારને નાગરિક ઉપયોગ માટે વેક્સીનની એક બેચને ઇશ્યૂ કરવાની મંજૂરી મેળવવાની છે. ત્યારબાદ આ વેક્સીનને સામાન્ય નાગરિકો માટે ઇશ્યૂ કરી દેશે. રશિયાના એક ઉચ્ચ અધિકારીએ કહ્યું કે, આગામી સપ્તાહથી કોરોના વાયરસ વેક્સીન સ્પૂતનિક વી નાગરિકો માટે રિલીઝ કરાશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.