Western Times News

Gujarati News

અતિઆધુનિક એસી મિડી-બસ ઓયસ્ટર અશોક લેલેન્ડ દ્વારા લોન્ચ કરાઈ

અમદાવાદ,  હિંદુજા ગ્રૂપની ફ્‌લેગશિપ કંપની અને ભારતમાં સૌથી મોટી કમર્શિયલ વ્હિકલ ઉત્પાદક કંપનીઓમાંની એક અશોક લેલેન્ડે ભારતમાં પ્રીમિયમ કેટેગરીમાં પોતાની આધુનિક એસી મિડી-બસ ઓયસ્ટર લોંચ કરી છે. અશોક લેલેન્ડની ઓયસ્ટર એક બહુઉપયોગી પ્રીમિયમ એસી મિડી બસ છે, જેને કર્મચારીઓ અને પર્યટકોની અવરજવર માટે સ્થાનિક સ્તરે ડિઝાઇન કરવામાં આવી છે અને તેનું ઇન-હાઉસ નિર્માણ કરવામાં આવ્યું છે.

Mr.Anuj Kathuria, Mr.Sanjay Saraswat -Ashok Leyland Oyster Launch-25th July 2019 Mumbai, India. 

આકર્ષક સ્માઇલી ફેસ, સુંદર ઇન્ટિરિઅર્સ અને અન્ય અનેક સુવિધાજનક વિશેષતાઓ ધરાવતી ઓયસ્ટર બસ ૪૧ રિક્લાઇનિંગ સીટ સાથે સેગમેન્ટમાં બેસ્ટ સીટિંગ ક્ષમતા ધરાવે છે. ઓયસ્ટર બસ ઇનોવેટિવ અને આધુનિક ટેકનિકનું શ્રેષ્ઠ ઉદાહરણ છે, જે શ્રેષ્ઠ અનુભવ પ્રદાન કરે છે, કારણ કે શ્રેષ્ઠ જ શ્રેષ્ઠ મેળવવાનાં હકદાર છે. ઓયસ્ટર બસ લોંચીંગ પ્રસંગે અશોક લેલેન્ડનાં સીઓઓ શ્રી અનુજ કથુરિયાએ જણાવ્યું હતું કે, અશોક લેલેન્ડ બસોની વિશ્વસનિયતા અને ઓછાં ઓપરેશન ખર્ચ માટે જાણીતી છે, જેને પગલે બસ સેગમેન્ટમાં અમે લીડરશિપ મેળવી છે. લીડર સ્વરૂપે અમે ઉત્કૃષ્ટ હોવાની સાથે ઉદ્યોગમાં માપદંડ સમાન ઉત્પાદનો અને ટેકનોલોજીઓ પ્રસ્તુત કરી છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં ઓયસ્ટરને સારી સફળતા મળવાની સાથે અમારી ઇચ્છા પોતાની લીડરશિપને વધારે મજબૂત બનાવવાની છે. અમારી બ્રાન્ડની ફિલોસોફી આપ કી જીત, હમારી જીતની સાથે ઓયસ્ટર આરામ, સુરક્ષા અને પ્રદર્શનની દ્રષ્ટિએ માપદંડ સ્થાપિત કરશે. આ પ્રસંગે અશોક લેલેન્ડનાં મીડિયમ એન્ડ હેવી કમર્શિયલ વ્હિકલ બિઝનેસનાં હેડ શ્રી સંજય સારસ્વતે કહ્યું હતું કે, અવરજવર કરતાં મોટાં ભાગનાં લોકોનો સમય અવરજવરમાં પસાર થાય છે. આવી સ્થિતિમાં બજારમાં આરામદાયક અને સુરક્ષિત પરિવહન સમાધાનની જરૂર છે.

ઓયસ્ટર એક એવું ઉત્પાદન છે, જે ઉપરોક્ત જરૂરિયાતોને પૂરી કરે છે અને અવરજવરનો આનંદદાયક અનુભવ આપે છે. આ બસમાં ઇનોવેટિવ અને શ્રેષ્ઠ ટેકનિકનો ઉપયોગ થયો છે તથા આ ગ્રાહકોની અપેક્ષાઓને અનુકૂળ છે. અમે વ્યાપક રીતે લોકોની અવરજવર માટે અર્ગોનોમિક રીતે ડિઝાઇન કરેલી, સુંદર અને શ્રેષ્ઠ પર્ફોર્મન્સ આપતાં વાહનોની દિશામાં પરિવર્તન લાવવાની તક મળવાથી ખુશ છીએ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.