Western Times News

Gujarati News

મહિન્દ્રા બોલેરો સલામતીનાં અપગ્રેડેશન સાથે  સજ્જ થશે

પ્રતિકાત્મક

 મુંબઈઃ 20.7 અબજ ડોલરનાં મહિન્દ્રા ગ્રૂપની કંપની મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા લિમિટેડે આજે જાહેરાત કરી હતી કે, એની ખડતલ અને મજબૂત બોલેરો પાવર+ મોડલને ઇન્ટરનેશનલ સેન્ટર ફોર ઓટોમોટિવ ટેકનોલોજી (આઇસીએટી) પાસેથી BS-VI રેડિનેસ સર્ટિફિકેશન મળ્યું હતું.

ઉત્સર્જનનાં નવા નિયમોનાં અમલની સમયસીમા મુજબ, બોલેરો BS-VI વર્ષ 2020ની શરૂઆતમાં લોંચ થશે. મહિન્દ્રા એની તમામ રેન્જમાં નિયત સમયમર્યાદામાં એનાં સપ્લાયર્સ સાથે BS-VIનો અમલ કરવા પણ સજ્જ છે.

મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા લિમિટેડનાં ઓટોમોટિવ સેક્ટરનાં પ્રેસિડન્ટ રાજન વાઢેરાનાં જણાવ્યાં મુજબ, “અમને બોલેરો પાવર+ માટે BS-VI સર્ટિફિકેશન મેળવવાની ખુશી છે, જે અમારી BS-VI માટે સજ્જ થવાની સફરમાં પ્રથમ સીમાચિહ્ન છે. બોલેરો અમારી સૌથી વધુ વેચાણ ધરાવતી SUVs છે અને પ્રથમ યુવી (યુટિલિટી વ્હિકલ) છે, જે આઇસીએટી દ્વારા સજ્જ BS-VI સર્ટિફાઇડ હશે.”

ઉપરાંત મહિન્દ્રાએ એની ફ્લેગશિપ પ્રોડક્ટ બોલેરો માટે સલામતીની ખાસિયતો અપગ્રેડ કરવાની જાહેરાત કરી છે, જે હવે એરબેગ અને અન્ય સેફ્ટી કિટ મેળવશે, જેમાં વર્ષ 2019નાં સલામતીનાં નવા ધારાધોરણો સાથે એન્ટિ-લોક બ્રેકિંગ સિસ્ટમ (એબીએસ) સામેલ છે.

બોલેરો પાવર+, બોલેરો પ્લસ (9-સીટર) તેમજ બોલેરો એમ્બ્યુલન્સને જરૂરી અપગ્રેડ મળશે. મહિન્દ્રાનો ગ્રાહકકેન્દ્રિત અભિગમ સુનિશ્ચિત કરે છે કે, આ ઉત્પાદનો સમયેસમયે અપડેટ થાય છે. બોલેરોમાં ઉમેરવામાં આવેલી નવી સલામતીની ખાસિયતો નીચે મુજબ છેઃ

  • એરબેગ, 80 કિલોમીટર પ્રતિ કલાક અને 120 કિલોમીટર પ્રતિ કલાકથી વધારે સ્પીડનાં કેસમાં ડ્રાઇવરને એલર્ટ આપવા સ્પીડ એલર્ટ સિસ્ટમ
  • ડ્રાઇવર અને કો-ડ્રાઇવર સીટ બેલ્ટ રિમાઇન્ડર્સ, અંદરથી ડોરને ખોલવા માટે સેન્ટ્રલ લોકિંગ સિસ્ટમ માટે મેન્યુઅલ ઓવરરાઇડ, વ્હિકલ રિવર્સ પાર્કિંગ સેન્સર્સ

બોલેરોમાં સલામતીની પ્રમાણભૂત ખાસિયતોમાં એન્ટિ-લોક બ્રેકિંગ સિસ્ટમ, સોલિડ એસયુવી બિલ્ડ, હાઈ ગ્રાઉન્ડ ક્લીઅરન્સ, હાઈ એંગલ એપ્રોચ અને ડિપાર્ચર, ફ્રન્ટ ડિસ્ક બ્રેક્સ, એન્ટિ-ગ્લેર આઇઆરવીએમ, ડિજિટલ ઇમ્મોબિલાઇઝર અને સીટ બેલ્ટ રિમાઇન્ડર સામેલ છે.

બોલેરો વિશે ઓગસ્ટ, 2000માં લોંચ થયા પછી બોલેરો યુવી સેગમેન્ટમાં પથપ્રદર્શક છે. બોલેરો દેશમાં લાખો પરિવારોમાં વિશ્વસનિય વર્કહોર્સ છે, જે એનાં ખડતલ નિર્માણ અને કોઈ પણ જગ્યાએ જવાની ક્ષમતા ધરાવે છે. એનો ઉપયોગ વિવિધ સશસ્ત્ર દળો, અર્ધલશ્કરી અને આંતરરાષ્ટ્રીય સુરક્ષા દળો દ્વારા વર્ષોથી ઉપયોગમાં લેવાય છે.

ભારતમાં અત્યાર સુધી સૌથી વધુ વેચાણ પામેલી યુવી બોલેરો છે, જેનાં લગભગ 12 લાખ માલિકો કે ગ્રાહકો છે. વર્ષોથી મહિન્દ્રાએ સતત બોલેરોને અપગ્રેડ કરી છે, જેનો ઉદ્દેશ પ્રોડક્ટ વેલ્યુની ખાસિયત વધારવાનો, એની પ્રસ્તુતતા જાળવવાનો અને મુખ્ય ગ્રાહકો વચ્ચે એની અપીલને વધારવાનો તેમજ ગ્રાહકોનો મોટો આધાર તૈયાર કરવાનો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.