Western Times News

Gujarati News

સપ્તાહની ભાગ્યવાણી : તા.ર૮.૭.ર૦૧૯ થી તા.૪.૮.ર૦૧૯

મેષ : સોમવાર જમીન મકાન અને ઉચ્ચશિક્ષણના કામોમાં સફળતા મળે. મંગળવાર સંતાનોની સમસ્યાઓ વધતી જવાથી ચિંતાવાળો દિવસ. બુધવાર મોજ શોખ અને ખાણીપીણીમાં આપણા નાણાંનો વ્યય થાય. ગુરૂવાર આપના મિત્રો અને સંતાનો સાથે મનદુઃખ વધશે. શુક્રવાર માતા-પિતા તેમજ સામાજીક કાર્યો માટે મુસાફરી થશે. શનિવાર શ્વસુર પક્ષ તેમજ મોસાળપક્ષથી લાભ મળશે. રવિવાર ભાગીદારી તેમજ રાજકીય બાબતે દિવસ નબળો છે.

વૃષભ  : સોમવાર ભાઈઓ અને બહેનોની સલાહ, સુચનથી આપને લાભ થશે. મંગળવાર માતાના આરોગ્યમાં નાની મોટી તકલીફો વધશે. બુધવાર જમીન મકાન તેમજ વાહનની ખરીદી વેચાણથી લાભ થાય. ગુરૂવાર સરકાર સાથેના તમામ કામકાજમાં આપને સફળતા મળશે. શુક્રવાર સંતાનોને મુસાફરી પ્રવાસમાં મુશ્કેલીઓ આવશે. શનિવાર ધંધા વ્યવસાયમાં આપના શત્રુઓ અને હિત શત્રુઓની પરેશાની વધશે. રવિવાર સંતાનોની સમસ્યાઓ વધશે.

મીથુન : સોમવાર નાણાકીય બાબતોમાં આજના દિવસે મુશ્કેલીઓ વધશે. મંગળવાર મુસાફરીમાં આપના પરિવારના સભ્યો મુશ્કેલી ઉભી કરી શકે છે. બુધવાર ભાઈઓ તેમજ તેમના પરિવારમાં બિમારીની સમસ્યાઓ વધશે. ગુરૂવાર પિતાને શારીરિક તકલીફ તેમજ પિતાની સાથે સંબંધો બગડશે. શુક્રવાર આપની શૈક્ષણિક લાયકાત પ્રમાણે કામ મળશે. શનિવાર વાગવુ પડવુ તેમજ શારીરિક તકલીફ વધશે. રવિવાર આકસ્મીક ધન મળવાના યોગ પ્રબળ છે.

કર્ક  : સોમવાર આપને આપના ધંધા અને શારીરિક બાબતે તકલીફ વધશે. મંગળવાર આર્થીક વ્યવસ્થાઓમાં ગરબડ ઉભી થશે. બુધવાર મોજશોખ તેમજ ખાવાપીવામાં ગરબડ ઉભી થશે. બુધવાર મોજશોખ તેમજ ખાવાપીવામાં નાણાંનો વ્યય થશે. ગુરૂવાર ભાઈ બહેન તેમજ પાડોશીઓ સાથે સંયમથી રહેવામાં મજા છે. શુક્રવાર દરેક જગ્યાએથી શુભ સમાચાર મળશે. શનિવાર જમીન અને મકાનના કામોમાં આપને નિષ્ફળતાઓ મળશે. રવિવાર જીવનસાથીના આરોગ્યમાં મુશ્કેલીઓ વધશે.

સિંહ  : સોમવાર નાણાકીય મુશ્કેલીઓ વધવાથી કાર્યો ટકશે. મંગળવાર શારીરિક બાબતોમાં આપને મુશ્કેલી વધશે. બુધવાર આવેલી મુશ્કેલીઓમાંથી હેમખેમ બહાર નીકળી શકશો. ગુરૂવાર સરકારી કામો તેમજ વડીલોની સહાયતાથી આપને સફળતા મળશે. શુક્રવાર અવિચારી ખરીદી અને આયોજનથી તકલીફો વધશે. શનિવાર વિજાતીય વ્યÂક્તઓ જ આપની સાથે કામ કરે છે તેનાથી સાચવવું રવિવાર શત્રુઓ પર વિજય મળશે.

કન્યા  : સોમવાર અજાણી વ્યક્તિ તેમજ પરદેશ સાથેના કામોમાં ધન પ્રાપ્તી થશે. મંગળવાર વાગવુ પડવુ તેમજ બીજાની બેદરકારીના કારણે મુશ્કેલીઓ વધશે. બુધવાર દામ્પત્ય જીવન અને ભાગીદારીના કામોમાં મુશ્કેલીઓ વધશે. ગુરૂવાર માન સન્માનમાં વધારો થવાથી સફળતા મળશે. શુક્રવાર મિત્રો તેમજ નોકર ચાકરથી લાભ મળશે. શનિવાર નાણાંનો અભાવ વધુ તીવ્ર બનશે. રવિવાર પરીવારમાં તમામ વ્યક્તિ મનદુઃખ થાય.

તુલા : સોમવાર ધંધા વ્યવસાયમાં દિવસ સફળતાથી પસાર થશે. મંગળવાર મિત્રો તેમજ વડીલોના સલાહ સૂચનથી લાભ થશે. બુધવાર વિજાતીય વ્યક્તિઅો દુર રહેવામાં મજા છે. ગુરૂવાર સરકારી કામકાજમાં વિધ્નો અને તકલીફ વધશે. શુક્રવાર નોકરીના ક્ષેત્રમાં મુશ્કેલીઓ વધશે. શનિવાર સંતાન પ્રણય તેમજ અભ્યાસના કામોમાં તકલીફ વધશે. રવિવાર દરેક કામોમાં નિષ્ફળતા અને ચિંતાવાળો દિવસ.

વૃશ્ચિક : સોમવાર માતા-પિતાના કામો તેમજ ધર્મના કામોમાં સફળતા મળશે. મંગળવાર ધંધા વ્યવસાયમાં વિરોધ સાવધાની રાખવાથી કામોમાં વેગ મળશે. બુધવાર કાર્યક્ષેત્રમાં આપનો દરેક રીતે વિજય તેમજ સફળતા મળશે. ગુરૂવાર સતાવાન તેમજ ઉચ્ચ અધિકારીઓ તરફથી આપને લાભ મળશે. શુક્રવાર પરદેશ સાથેના કામોમાં સફળતા મળશે. શનિવાર શત્રુઓ તેમજ નોકરોથી નુકશાન થાય. રવિવાર ભાઈઓ સાથેના સંબંધો બગડશે.

ધન  : સોમવાર દરેક કામોમાં વિધ્નો અને ચિતાકારક સમાચારો મળશે. મંગળવાર પરદેશના કામો તેમજ પરદેશના માણસોથી આપને ધન લાભ થશે. બુધવાર હવાઈ તેમજ દરીયાઈ મુસાફરીના યોગ પ્રબળ છે. ગુરૂવાર સરકારી તેમજ આધ્યાત્મીક કામોમાં આપને સફળતા મળશે. શુક્રવાર વિજાતીય વ્યક્તિઅો તરફથી મદદ મળશે. શનિવાર ભાઈઓ અને મિત્રોના કામોમાં આપને તકલીફ આવશે. રવિવાર તમામ પ્રકારની સફળતા આજરોજ મળશે.

મકર : સોમવાર જીવનસાથી સાથેના સંબંધો તનાવગ્રસ્ત બનશે. મંગળવાર શ્વસુર પક્ષ તેમજ અજાણ્યા વ્યક્તિઅોથી લાભ થશે. બુધવાર ધંધા વ્યવસાય તેમજ નોકરીના ક્ષેત્રમાં સફળતા મળશે. ગુરૂવાર વિલવારસાઈ તેમજ મંત્ર  તંત્રના કાર્યોમાં સફળતા મળશે. શુક્રવાર અગમ્યકારણોથી આપના ધંધામાં આવક વધશે. શનિવાર સરકારી તેમજ કોર્ટ કચેરીના કામકાજમાં નિષ્ફળતા મળશે. રવિવારનાણાકીય સમસ્યાઓ વધશે.

કુંભ : સોમવાર નોકરીના ક્ષેત્રમાં તકલીફો વધશે. મંગળવાર લોકહીત તેમજ ભાગીદારીના કામોમાં અપયશ મળશે. બુધવાર જીવનસાથીના આરોગ્યમાં મુશ્કેલીઓ આવે. ગુરૂવાર કોર્ટ કચેરી તેમજ સરકારી કામોમાં તકલીફો સાથે સફળતા મળશે. શુક્રવાર આરોગ્યમાં તકલીફો દુર થાય. શનિવાર વાગવુ પડવુ તેમજ અકસ્માતના યોગ છે. રવિવાર નાણાકીય ગરબડો આપની સમક્ષ આવશે.

મીન : સોમવાર આપના ધંધામાં વિકાસ માટેના આયોજનોમાં નિષ્ફળતા. મંગળવાર શત્રુઓ તેમજ હીત શત્રુઓ આપને નુકશાન કરશે. બુધવાર શારીરિક અસ્વસ્થતામાં વધારો થાય. ગુરૂવાર પરદેશ જવાના કામોમાં આજરોજ આપને સફળતા મળશે. શુક્રવાર સગાઈ લગ્ન અંગેની મુલાકાતો સફળ થશે. શનિવાર દામ્પત્ય જીવનમાં આપને નિરસંતાનો અનુભવ થાય. રવિવાર નોકરો તેમજ સહકર્મચારીઓથી લાભ થાય.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.