Western Times News

Gujarati News

મેઘરજ પોલીસે ચોરી કરેલ હુન્ડાઈ કાર સાથે લૂંટ કરવા નીકળેલ રાજસ્થાનના ચોરને દબોચ્યો

(તસ્વીરઃ-દિલીપ પુરોહિત, બાયડ)
(પ્રતિનિધિ) બાયડ, રાજસ્થાનના સીમલવાડા શહેર માંથી ચોરેલ હુન્ડાઈ આઈ-૧૦ કાર લઈ ગુજરાત રાજ્યમાં ચોરી-લૂંટ ની ઘટનાને અંજામ આપવા નીકળેલ શખ્શ પેટ્રોલિંગમાં રહેલી મેઘરજ પોલીસની સતર્કતા થી મેઘરજના ડુંડવાડા ગામ નજીકથી ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો
મેઘરજ પીએસઆઈ પી.ડી.રાઠોડ અને તેમની ટીમ વિવિધ વિસ્તારોમાં પેટ્રોલિંગ માં હતી ડુંડવાડા ગામ નજીક થી પસાર થતી નંબર વગરની આઈ-૧૦ કાર શંકાસ્પદ જણાતા કાર ચાલકને અટકાવી કારની તલાસી લેતા કાર માંથી ય્ત્ન ૦૯ મ્મ્ ૧૮૮૨ નંબરની બે નંબર પ્લેટ મળી આવતા કાર ચાલક પ્રકાશ શંકર ડામોર (રહે, નાગરિયા પંચાલ,ડુંગરપુર) ની પૂછપરછ કરતા આઈ-૧૦ કાર તેના ગામનાજ જગદીશ કઉડા રોત અને શૈલેષ રામભાઈ રોત સાથે મળી ૩૦ જુલાઈની રાત્રીના સુમારે રાજસ્થાનના સીમલવાડા બસ સ્ટેન્ડ નજીક આવેલા દવાખાનામાં ચોરી કરવા જતા દવાખાનાના કબાટ માંથી કારની ચાવી મળી આવતા કારની ચોરી કરી હોવાનું અને કાર લઈ મેઘરજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ચોરી કરવા નીકળ્યો હોવાની કબૂલાત કરતા પોલીસે કારની કીં.રૂ.૩૦૦૦૦૦/- તથા મોબાઈલ નંગ-૨ કીં.રૂ.૫૦૦૦/- મળી કુલ રૂ.૩૦૫૦૦૦/- નો મુદ્દામાલ જપ્ત કરી મેઘરજ પોલીસે પ્રકાશ શંકર ડામોરને જેલના સળિયા પાછળ ધકેલી દઈ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

મેઘરજ પોલીસની સતર્કતા થી મેઘરજ વિસ્તારમાં ચોરી લૂંટની એક ઘટના બનતી અટકાવવામાં સફળતા મળી હોવાની સાથે ધંબોલા (રાજ) પોલીસ સ્ટેશન પ્રકરણ સંખ્યા ૧૬૨/૧૯ ઇપીકો કલમ-૩૭૯ મુજબનો ગુન્હો શોધી કાઢવામાં સફળતા મળી હતી.*


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.