Western Times News

Gujarati News

સવાયા ગુજરાતી તરીકે જાણીતા ફાધર વાલેસનું સ્પેનમાં નિધન

સવાયા ગુજરાતી તરીકે જાણીતા ફાધર વાલેસનું તેમના વતન સ્પેનમાં 95 વર્ષની વયે નિધન થતાં ગુજરાતી સાહિત્યકારો સહિત અનેક દિગ્ગજ નેતાઓએ શ્રધ્ધાંજલી અર્પણ કરી છે. તેઓ ધર્મથી ખ્રિસ્તી પરંતુ ગુજરાતમાં આવી સાચા વૈશ્વણજન બની વિદ્યાર્થીઓ માટે દેવદૂતની કામગીરી કરતાં હતા. Veteran author and Gujarat columnist of yesteryears Fr Carlos Gonzalez Valles SJ, popularly known as Father Valles(95) passed away today at 2 am.A Jesuit priest born in Spain, was Mathematics teacher in Gujarat for a few years. He wrote extensively in Gujarati, English, Spanish.

ફાધર વાલેસ નવેમ્બર 4, 1925ના રોજ સ્પેનના લોગ્રોનોમાં જન્મ્યા હતા છતાં ગુજરાતીઓ અને ગુજરાતી ભાષાને પોતાનો ભરપૂર પ્રેમ આપ્યો હતો. ધર્મે ખ્રિસ્તી પણ વાણી-વિચારમાં સાચા વૈષ્ણવજન હતા. ફાધર વાલેસનું 95 વર્ષની વયે સ્પેનમાં નિધન થયું છે. 1960થી 1982 દરમિયાન અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં ગણિતના આ અધ્યાપક ક્યારેક ચાલતા તો ક્યારેક સાઈકલ લઈને જતા અને સ્ટુડન્ટસમાં દેવદૂત તરીકે ફાધર વાલેસ જાણીતા હતા. તેમનાં લખાણોમાં સરળ ગદ્યની નોખી અભિવ્યક્તિ તેમના હાથે સહજ બની હતી.

ફાધર વાલેસ ૧૯૪૯માં ૨૪ વર્ષની ઉંમરે ભારત આવ્યા, ત્યારે ગ્રીક લીટરેચર અને ફિલોસોફીમાં તેમની પાસે ડીગ્રી હોઈ, પછી ચેન્નઈમાં ગણિતની ડીગ્રી મેળવી. પહેલી મે- ૧૯૬૦ના ગુજરાતના સ્થાપના દિને ગુજરાત આવ્યા અને અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં ગણિતના અધ્યાપક બન્યા. (એ આગમનનો રમૂજી પ્રસંગ વર્ણવતા, ભીડવાળી ટ્રેઈનમાં ધક્કાથી ચડી ગયેલ અને ભીડને લીધે જ ઊભા ઊભા અને ઉંઘતા આવેલ.  ગુજરાતમાં આવ્યા પછી વિશ્વધર્મથી લઈ ગુજરાતી ભાષાનો અભ્યાસ કર્યો.

જીવનઘડતરના ધ્યેયથી, સદાચાર, તરુણાશ્રમ, ગાંધીજી અને નવી પેઢી સહિત અનેક નિબંધ સંગ્રહ તેમણે આપ્યા હતા. તેમણે ગુજરાતીમાં કરેલા ઉત્કૃષ્ટ સાહિત્યસર્જન માટે 1966માં કુમાર ચંદ્રક અને 1978માં રણજિતરામ સુવર્ણચંદ્રક મળ્યો હતો. આવા ફાધર વાલેસ નિવૃત્તિ પછી સ્પેનમાં રહેવા ચાલ્યા ગયા હતા, પણ અવારનવાર કર્મભૂમિ ગુજરાતની મુલાકાતે આવતા રહેતા.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.