Western Times News

Gujarati News

બિહારમાં શરાબબંધીમાં સુધારાની ભાજપ સાંસદની માંગ

પટણા, બિહાર વિધાનસભા ચુંટણીના પરિણામ આવ્યા બાદ હવે રાજયમાં નવી સરકારની રચનાની તૈયારીઓ શરૂ થઇ ગઇ છે.આ દરમિયાન ગોડ્ડાના ભાજપના ધારાસભ્ય નિશિકાંત દુબેએ શરાબબંધીમાં સુધારો કરવાની માંગ કરી છે.
તેમણે ટ્‌વીટ કરી લખ્યુ બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારજીને વિનંતી છે કે શરાબબંધીમાં કેટલોક સુધારો કરે કારણે જેને પીવાનું કે પિવડાવવાનું છે તે નેપાળ બંગાળ ઝારખંડ ઉત્તરપ્રદેશ મધ્યપ્રદેશ છત્તીસગઢનો માર્ગ અપનાવે છે આથી મહેસુલી આવકને નુકસાન થાય છે હોટલ ઉદ્યોગ પ્રભાવિત થાય છે અને પોલીસ એકસાઇઝ ભ્રષ્ટાચારને પ્રોત્સાહન મળે છે.જાેકે તેમના આ નિવેદનને લઇને એવી અટકળો લાગી રહી છે તેઓએ આ નીતીશકુમાર પર દબાણ લાવવા માટે કર્યું છે. જદયુની ભાજપ કરતા ઓછી બેઠકો મળી છે આથી ભાજપ અત્યારથી દબાણની રાજનીતિ કરી રહી છે.

જાે કે ભાજપના સ્થાનિક નેતાઓનું કહેવુ છે કે દુબેએ પોતાનો પોતાનો મત વ્યકત કર્યો છે તે પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ કે પ્રવકતા નથી તેઓ સાંસદ છે અને તે પોતાનો મત રજુ કરી શકે છે.એ યાદ રહે કે બિહાર વિધાનસભાની ચુંટણી પ્રચારમાં દારૂબંધીનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો નીતીશકુમારે મહિલા સામે દારૂબંધીનો મુદ્દો ઉઠાવ્યો હતો અને કહેવાય છે કે મહિલાઓને કારણે જ નીતીશકુમાર રાજયમાં દારૂબંધી લગાવી હતી અને કહેવાય છે કે મહિલાઓને કારણે જ એનડીએની સરકાર બની રહી છે મહિલાઓ ભારેૈ મતદાન કર્યું હતું.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.