Western Times News

Gujarati News

પ્રિયંકાએ બ્રાન્ડ વેલ્યુમાં સલમાન ખાન અને અક્ષયને પાછળ છોડ્યા

પ્રિયંકા ચોપડાએ કારકિર્દીની શરૂઆત કરી ત્યારથી પાછળ જાેયું નથી. તેણે બોલિવૂડથી લઈને હોલીવૂડ સુધી એક અલગ ઓળખ ઉભી કરી છે. તે જ સમયે હવે તેના નામે બીજી એક સિદ્ધિ ઉમેરવામાં આવી છે. પ્રિયંકા ચોપડાની બ્રાન્ડ વેલ્યુ ભારતીય સેલિબ્રિટીમાં સૌથી વધુ બની ગઈ છે. અભિનેત્રીએ અક્ષય કુમાર, સલમાન ખાન અને શાહરૂખ ખાનને પાછળ છોડી દીધા છે.

ઓનલાઇન સેન્ટિમેન્ટ એનાલિસિસ કંપની ચેકબ્રાન્ડના જણાવ્યા અનુસાર પ્રિયંકા ચોપડાની ઓગસ્ટથી ઓક્ટોબર ક્વાર્ટરમાં સૌથી વધુ બ્રાન્ડ વેલ્યૂ છે. કંપનીએ સૌથી વધારે ટ્રેન્ડિંગ ફિલ્મ સ્ટાર્સનું ત્રિમાસિક વિશ્લેષણ રજૂ કર્યું છે. આ માટે કંપનીએ ઓગસ્ટથી ઓક્ટોબર ૨૦૨૦ સુધી ૨૬ ભારતીય ફિલ્મ સ્ટાર્સના સોશિયલ મીડિયા હાજરી અને ડિજિટલ એગેજમેન્ટનું વિશ્લેષણ કર્યું છે. રિપોર્ટ અનુસાર, ફોલોઅર્સ અને સોશિયલ મીડિયાના એન્ગેજમેન્ટનું વિશ્વેષણ કરવામાં આવે તો પ્રિયંકા ચોપરાની બ્રાન્ડ વેલ્યૂ સૌથી વધુ ૨૬૫ કરોડ રૂપિયા છે.

ત્યારબાદ બીજા ક્રમે અક્ષય કુમાર ૨૬૦ કરોડ રૂપિયા, ત્રીજા નંબર પર ૨૫૨ કરોડ રૂપિયા સાથે સલમાન ખાન, ચોથા નંબર પર ૨૧૧ કરોડ રૂપિયા સાથે દીપિકા પાદુકોણ અને પાંચમા ક્રમે શાહરૂખ ખાન ૨૦૯ કરોડ રૂપિયા છે. બીજી તરફ સોશિયલ મીડિયા એન્ગેજમેન્ટમાં સલમાન ખાન ૨.૨૫ લાખ એન્ગેજેન્ટ સાથે પ્રથમ નંબરે,

શાહરૂખ ખાન બીજા નંબર પર ૨.૧૬ એન્ગેજેન્ટ, ત્રીજા નંબર પર ૧.૭ લાખ એન્ગેજેન્ટ સાથે અક્ષય કુમાર, ચોથા નંબર પર ૬૪,૦૦૦ એન્ગેજેન્ટ સાથે અજય દેવગણ અને અમિતાભ બચ્ચન ૬૨,૦૦૦ એન્ગેજેન્ટ સાથે પાંચમાં નંબરે છે. પ્રિયંકા ચોપરાના વર્કફ્રન્ટ વિશે વાત કરવામાં આવે તો તે ફિલ્મ ‘વ્હાઇટ ટાઇગર’માં જાેવા મળશે. આ ફિલ્મમાં તેમની સાથે રાજકુમાર રાવ પણ હશે. ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે, જેને લોકોએ ખૂબ પસંદ કર્યું છે. આ ફિલ્મ જાન્યુઆરી ૨૦૨૧ માં રિલીઝ થશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.