Western Times News

Gujarati News

ગંગૂબાઇ કાઠિયાવાડીનાં સેટ પરથી દીપિકાની તસવીર વાયરલ

મુંબઈ: ૧૮ ડિસેમ્બર, ૨૦૧૫નો દિવસ હતો, જ્યારે દીપિકા પાદુકોણ સંજય લીલા ભણસાલીની ફિલ્મ બાજીરાવ મસ્તાનીમાં મસ્તાનીનાં પાત્રમાં નજર આવી હતી. પોતાની સુંદર અદાકારીથી તેણે દર્શકોનાં દિલ પર રાજ કર્યુ હતું. તેનાં પસંદીદા નિર્દેશક સાથએ ખુશી મનવવા અને તેમની સાથે સમય વિતાવવા માટે તેમજ જુની યાદો તાજા કવરા માટે દીપિકા પાદુકોણ હાલમાં સંજય લીલા ભણસાલીનાં સેટ પર પહોંચી છે. જ્યાં ગંગૂ બાઇ કાઠિયાવાડીનું શૂટિંગ થઇ રહ્યું છે.

પ્રોડક્શન સાથે જાેડાયેલાં સૂત્રો મુજબ, દીપિકા ૩-૪ કલાક સેટ પર હીત. તેણે સંજય લીલા ભણસાલી સાથે ક્વોલિટી ટાઇમ વિતાવ્યો હતો. સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે, તેમણે એક સાથે સાઉથ ઇન્ડિયન ભોજનનો આનંદ ઉઠાવ્યો હતો અને ફિલ્મની શૂટિંગની યાદો તાજા કરી હતી. દીપિકા અનેક સંજય લીલા ભણસાલી એક સાથે ત્રણ ફિલ્મો કરી ચુક્યા છે.

જેમાં રામલીલા, બાજીરાવ મસ્તાની અને પદ્માવત. ત્રણેય ફિલ્મની ઘણી જ સફળ રહી છે. અને દર્શકોને ગમી છે. તેઓ હમેશાં એકબીજાની પડખે હોય છે તેવામાં દીપિકાએ બાજીરાવ મસ્તીનીની યાદ અપાવવાં જે રીતે મસ્તાનીનાં ગેટઅપમાં સંજય લીલા ભણસાલીને મળવાં પહોચા હતી તેનાંથી નિર્દેશક ખુબજ ખુશ થઇ ગયા હતાં.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.