Western Times News

Gujarati News

મિશન ગગનયાન ગગન યાત્રીઓને મગનો હલવો, ઇડલી સહિતની વસ્તુઓ ખાવા મળશે

નવીદિલ્હી, ગગનયાનથી આંતરિક યાત્રા પર જવા માટે ચાર ભારતીય તાલીમ લેવા માટે તાકિદે રશિયા જનાર છે.તાલીમ માટે પસંદ કરાયેલ ભારતીય વાયુસેનાના ઇન ટેસ્ટિંગ વૈજ્ઞાનિક પ્રક્રિયાથી ભોજન અને પીવાના પદાર્થ તૈયાર કરવામાં આવ્યા છે હકીકતમાં ભારતીય અંતરિક્ષ અનુસંધાન કેન્દ્ર (ઇસરો) દેશના પહેલા માનવયુકત અંતરિક્ષ મિશનને પરિણામ આપવાની તૈયારીઓમાં જાેરશોરથી લાગ્યા છે.જયારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરફથી પવામાં આવેલ ૨૦૨૨ની ડેડલાઇન પુરી કરવામાં તેઓ પુરપુર પ્રયાસ કરી રહ્યાં છે.

પહેલીવાર સામે ફુડ મેન્યુ અનુસાર ગગનયાનમાં સવાર થઇ અંતરિક્ષ યાત્રા પર જનારા ભારતીય ગગનયાત્રીઓને એગ રોલ્સ,વેજ રોલ્સ,ઇડલી મગનો હલવો અને વેજ પુલાવ આપવામાં આવશે.ગગનયાત્રી અંતરિક્ષમાં તરલ પદાર્થના રૂપમાં પોતાની સાથે પાણી અને જયુસ લઇ જશે ગગનયાનમાં ભોજન ગરમ કરવા માટે હીટરની સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવશે જાે કે સ્પેસમાં પૃથ્વીની ગુરૂત્વાકર્ષણ ક્ષમતા ક્ષીણ હોય છે આથી ગગનયાનમાં વિશેષ રીતે વર્તન તૈયાર કરવામાં આવ્યા છે જેમાં અંતરિક્ષ યાત્રીઓ માટે ભોજનની વસ્તુઓ રાખવામાં આવશે
ભારત દુનિયાનો ચોથો દેશ બની ગયો છે જેની પાસે અંતરિક્ષમાં માર કરવાની ક્ષમતા છે મિશન શક્તિ હેઠળ ભારતે અંતરિક્ષમાં ૩૦૦ કિલોમીટરના અંતર પર સેટેલાઇટને તોડી પાડયું ફકત ત્રણ મિનિટની અંદર ઓપરેશનને પરિણામ આપવામાં આવ્યું એક સમય હતો કે સાયકલ પર રોકેટ લઇ જવામાં આવ્યું હતું.

૨૧ નવેમ્બર ૧૯૬૩ના રોજ કેરલમાં તિરૂવનંતપુરની નજીક થંબાથી પહેલા રોકેટનું લોન્ચની સાથે ભારતનું અંતરિક્ષ કાર્યક્રમ શરૂ થયો હતો નારિયલના વૃક્ષોની વચ્ચે સ્ટેેશનનો પહેલા લોન્ચ પેડ હતો એક સ્થાનિક કેથોલિક ચર્ચને વૈજ્ઞાનિકો માટે મુખ્ય કચેરીમાં ફેરવી દેવામાં આવી બિશપ હાઉસને વર્કશોપ બનાવી દેવામાં આવી પશુઓના રહેવાની જગ્યાએ પ્રયોગશાળા બનાવી દેવામાં આવી જયાં અબ્દુલ કલામ આઝાદ જેવા યુવા વૈજ્ઞાનિકોએ કામ કર્યું ૧૫ ઓગષ્ટ ૧૯૬૯ના રોજ વિક્રમ સારભાઇએ ઇસરોની સ્થાપના કરી હતી. તેનો હેતુ અંતરિક્ષ શોધના વિસ્તારમાં કામ કરવાનો હતો એસએલવી ૩ ભારતનું પહેલુ સ્વદેશી સેટેલાઇટ વોન્ચ વીઇકલ હતું.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.