પીન્ટુ બની યુવતીને પ્રેમજાળમાં ફસાવી ઘણીવાર દુષ્કર્મ આચર્યું
અમદાવાદ: શહેરમાં વધુ એક લવ જેહાદનો કિસ્સો સામે આવ્યો છે. વિધર્મી યુવકે પોતાની ઓળખ છૂપાવીને મહિલાને પ્રેમજાળમાં ફસાવી અને તેના ફોટો અને વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને તેની સાથે અવારનવાર દુષ્કર્મ આચર્યું. જાે કે અંતે નરાધમ યુવક નો ભાંડો ફૂટી જતા સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો છે.
શહેરના આનંદ નગર વિસ્તારમાં લવજેહાદનો કિસ્સો સામે આવ્યો છે. આનંદનગરમાં રહેતી યુવતીને વિધર્મી યુવકે પોતે હિન્દુ હોવાની ઓળખ આપીને તેની પ્રેમજાળમાં ફસાવી હતી. ભાગવા તેના ફોટો અને વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને અલગ અલગ જગ્યાએ લઈ જઈને દુષ્કર્મ આચર્યું.
જાે કે અંતે આ યુવક વિધર્મી હોવાની જાણ થતાં જ યુવતીએ પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે. યુવતીનો આરોપ છે કે આરોપી તેને ચોટીલા, સાણંદ, જૂનાગઢ અને જુહાપુરા લઈ ગયો હતો. આજથી લગભગ ૧૪ મહિના અગાઉ આરોપી યુવતીના ઘરે ઇલેક્ટ્રિક કામ કરવા માટે આવ્યો હતી અને ત્યારબાદ બંને એક બીજાના સંપર્કમાં આવ્યા હતા. બાદમાં આરોપીએ યુવતીને પોતાનું નામ પીન્ટુ ઠાકોર હોવાનું કહીને તેને પ્રેમ જાળમાં ફસાવી હતી.
જાે કે ફરિયાદીનો આરોપ છે કે આરોપી તેને મારઝૂડ પણ કરતો હતો. યુવતીએ પોલીસ ફરિયાદ કરતા પોલીસે આરોપીને ઝડપી લીધો છે. જેનું નામ રમઝાન ઘાંચી અને પોતે જુહાપુરાનો રહેવાસી હોવાનુ જાણવા મળ્યું છે. હાલમાં પોલીસે આરોપીની પૂછપરછ શરૂ કરીને વધુ તપાસ શરૂ કરી છે.ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા પણ વટવામાંથી પણ લવ જેહાદનો કિસ્સો સામે આવ્યો હતો. શહેરના વટવા વિસ્તારમાં લવ જેહાદનો કિસ્સો સામે આવ્યો છે.
વિધર્મી યુવકે મહિલાને પ્રેમજાળમાં ફસાવી તેના પર દુષ્કર્મ આચર્યુ હતું. દુષ્કર્મ આચરી તેને ગર્ભવતી પણ બનાવી હતી. મહિલા પાસે પૈસા પડાવી લીધા હોવાનો પણ આક્ષેપ કરાયો છે. આરોપી ગર્ભપાત કરાવવા પણ ધમકી આપતો હોવાથી મહિલાએ યુવક સામે ફરિયાદ નોંધાવતા વટવા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.