Western Times News

Gujarati News

શરાબના શોખીનો પર મોંઘવારીની માર, 100% સેસ લગાવવાથી દારૂ થશે મોંઘો

प्रतिकात्मक

નવી દિલ્હી, નાણાંમંત્રી નિર્મલા સિતારમણે વર્ષ 2021-22નું બજેટ રજુ કર્યું જેમાં શરાબના શોખીનો માટે માઠા સમાચાર આવ્યા છે. સરકારે પોતાના આગામી નાણાંકિય વર્ષમાં દારુ સાથે જોડાયેલા પદાર્થોમાં 100% સેસ લગાવવાનો નિર્ણય કર્યો છે.

સરકારના આ નિર્ણયથી દારુની કિમતમાં વધારો થશે. કેન્દ્રીય નાણાંમંત્રીએ કહ્યું કે, દારુ અને અન્ય પદાર્થોમાં Agriculture Infrastructure and Development સેસ લગાવવામાં આવશે.

દારુની સાથે જ પેટ્રોલ અને ડિઝલમાં પણ સેસ વધારી દેવામાં આવ્યો છે. પ્રેટ્રોલ-ડિઝલ પર  એગ્રો ઈંફ્રા સેસ લગાવવામાં આવ્યો છે. તેનાથી ઘણી વસ્તુઓના ભાવ વધી શકે છે. આ સિવાય સોના ચાંદી પર 2.5%, વિશિષ્ટ ખાતરો પર 5%, કોલસો, લિગ્નાઈટ, પેટકોક પર 1.5% સેસ લગાવવામાં આવ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.