નારોલમાં ટ્રકમાંથી ચાર લાખની કિંમતના નોટ- ચોપડાની ચોરી
સીસીટીવી કુટેજમાં વહેલી સવારના અંધારામાં અન્ય
|
(પ્રતિનિધિ) અમદાવાદ : નારોલ વિસ્તારમાં પાર્ક કરેલી એક ટ્રકમાંથી નોટબુક અને ચોપડાના રૂપિયા ચાર લાખની કિંમતના મોટા જથ્થાની ચોરી થતાં ફરીયાદ દાખલ કરવામાં આવી છે.
ફરીયાદી સંજયકુમાર બિશ્નોઈ (રહે. લાંભા નારોલ) એ જણાવ્યું છે કે અસલાલી રીંગ રોડ ગોપીનાથ એસ્ટેટમાં ાવેલ અમદાવાદથી નાગપુર ટ્રાન્સપોર્ટ કંપનીની એક ટ્રક બગોદરા ખાતેથી ગઈ ૧૩ તારીખે નોટબુક તથા ચોપડાનો આશરે ચાર લાખ રૂપિયાની કિંમતનો જથ્થો ભરીને આવી હતી જેને લાંભા નજીક પાર્ક કરવામાં આવી હતી
ટ્રક બે-ત્રણ દિવસ ત્યાં જ પડી રહયા બાદ સંજયકુમાર તથા ડ્રાઈવર તે લેવા જતાં ટ્રકની પાછળના દોરડા તથા તાડપત્રી કાપેલી હાલતમં જણાતા તેમણે તપાસ કરી હતી ટ્રકની અંદર જાતાં તેમાંથી રૂપિયા ચાર લાખની કિંમતનો મુદ્દામાલ ગાયબ જણાતા બંને ચોંકી ગયા હતા અને માલિકને જાણ કરતાં તે પણ ઘટના સ્થળે આવી પહોચ્યા હતા.
બાદમાં આ ઘટના અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી પોલીસે આસપાસના સીસીટીવી કેમેરાના કુટેજ તપાસતા ૧૬ તારીખે વહેલી સવારે સાડા ત્રણ વાગ્યાના સુમારે એક ટ્રક લઈને આવેલા કેટલાંક ઈસમો દોરડા કાપી તાડપત્રી ફાડીને ચોરી કરતા દેખાયા હતા પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.