લગ્નની બીજી એનિવર્સી પર યુવાને ફાંસો ખાઈ લીધો
સુરત: શહેરના ઉમરા વિસ્તારમાં રહેતો અને ખાનગી એમ્બ્યુલેન્સમાં ડ્રાઈવર તરીકે કામ કરતા યુવાને લગનની બીજી એનિવર્સીના દિવસે ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. જાેકે શુભેચ્છા આપવા માટે મિત્રો દ્વારા કરવામાં આવેલા ફોનમાં મિત્રના મોતના સમાચાર મળતા પત્ની સાથે મિત્રો શોકમાં ગરખાવ થઇ ગયા હતા. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી. સુરતમાં સતત આપઘાતની ઘટના સામે આવી રહી છે,
ત્યારે લગ્નની બીજી એનિવર્સીના દિવસે જ એક યુવાને આપઘાત કરી લેવાની ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. સુરતના ઉમરા વિસ્તારમાં આવેલ ર્નિમળ નગરમાં રહેતા ભરત પ્રેમજીભાઈ મકવાણા પીપલોદની એક ખાનગી હોસ્પિટલમા એમ્બ્યુલેન્સના ડ્રાઈવર તરીકે નોકરી કરતો હતો. આ યુવાને હજુ બે વર્ષ પહેલા જ હર્ષા નામની યુવતી સાથે લગન કર્યા હતા. જાેકે આ બંનેનું લગન જીવન ખુબજ ખુશીથી ચાલતું હતું. અને પરણિતા હર્ષા પણ ઘરની નજીક એક દુકાનમાં કામ કરી પતિને આર્થિક મદદ કરતી હતી.
ગતરોજ તેના લગનને બે વર્ષ થતા હોવાને લઈને તેની લગન એનિવર્સી હોવાથી પોતાનું કામ પતાવી નોકરીથી છૂટીને ભરતને મળવા માટે તેના એમ્બ્યુલેન્સ સ્ટેન્ડ પર ગઈ હતી, ત્યારે તે ત્યાં દેખાયો ન હતો, જેથી હર્ષાએ ત્યાં સિક્યુરિટીને પૂછતા તેણે જણાવ્યું હતું કે, ૬ વાગ્યે ભરત નીકળી ગયો હતો. બીજી બાજુ લગ્નની વર્ષગાંઠ હોવાથી મિત્રો તેમજ સાથે કામ કરતા સ્ટાફના કેટલાક લોકો તેને વિશ કરવા માટે ફોન કરતા હતા, પણ તે કોઈનો ફોન ઉપાડતો ન હતો,
જેથી શંકા જતા ઘરે જઈને જાેતા તે ઘરમાં ફાસો ખાધેલી હાલતમાં જાેવા મળ્યો હતો. જાેકે લગન ની શુભેચ્છા આપવા માટે જે મિત્રો ફોન કરતા હતા તેમને ભરતના મોતના સંચાર મળ્યા હતા. અચાનક ભરતના આ પગલાંથી પત્ની હર્ષા સાથે તમામ મિત્રો શોકમાં ગરકાવ થઇ ગયા હતા. આ ઘટનાની જાણકારી મળતા જ ઉંમર પોલીસ તાત્કાલિક બનાવ સ્થળ પર દોડી આવી હતી, અને આ મામલે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.