પ્રાંતિજ ખાતે ખિલખિલાટ વાન નવી આવતા વધામણા
પ્રાંતિજ: સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે ખિલખિલાટ વાન નવી આવતા પ્રાંતિજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના સ્ટાફ દ્રારા વિધિવત વધાવવામા આવી .
પ્રાંતિજ ખાતે અગાઉ આપેલ ખિલખિલાટ વાન ના કિલોમીટર પુરા થતા ગુજરાત સરકાર ના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્રારા બીજી નવી ખિલખિલાટ વાન આપવામા આવી હતી તો પ્રાંતિજ આરોગ્ય કેન્દ્ર ના સ્ટાફ દ્રારા નવી ખિલખિલાટ વાન આવતા મહિલા સ્ટાફ દ્રારા નવી આવેલ ખિલખિલાટ વાન ની પુજા કરી વધાવવામા આવી હતી તો નવી ખિલખિલાટ વાન આવતા આરોગ્ય સ્ટાફ મા ખુશી જોવા મળી હતી .