Western Times News

Gujarati News

ફેસબુકના ૫૦ કરોડથી વધુ યુઝર્સના ડેટા લિક થયા

નવી દિલ્હી, ફેસૂબકના ૫૦ કરોડથી વધારે યુઝર્સનો પ્રાઈવેટ ડેટા લીક થઈ ગયા બાદ ખળભળાટ મચી ગયો છે. જે ડેટા લીક થયો છે તેમાં ઈમેઈલ એડ્રેસ, ફોન નંબર સહિતની જાણકારીઓ સામેલ છે. આ લીક બાદ ફેસબૂક પર ફરી વખત પસ્તાળ પડી છે.

જ્યારે કંપનીને આ અંગે સવાલ કરાયો ત્યારે કંપનીએ જવાબ આપ્યો હતો કે, ડેટા લીક થવા અંગે જે મીડિયા અહેવાલ પ્રકાશિત થયો છે તે બહુ જુનો છે. મીડિયા રિપોર્ટ અને એક સાયબર એક્સપર્ટના કહેવા પ્રમાણે આ ૫૦ કરોડ લોકોનો ડેટા હેકર્સના હાથમાં ગયો છે. જેમાં યુઝર્સની અંગત જાણકારીઓ સામેલ છે.

અમેરિકામાં સાઈબર ક્રાઈમ નાથવા કામ કરતી એક ખાનગી કંપનીએ શનિવારે ટિ્‌વટ કરીને આ જાણકારી આપી હતી. લીક થયેલી જાણકારીમાં યુઝર્સનો મોબાઈલ નંબર પણ સામેલ છે. જેનો અર્થ એ થાય છે કે, ફેસબૂક એકાઉન્ટ માટે ઉપયોગમાં લીધેલો ફોન નંબર પણ લીક થઈ ગયો હોવાની શક્યતા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.