Western Times News

Gujarati News

કરતારપુર અંગે ભારત-પાક વચ્ચે મહત્વની વાતચીત થઇ

નવીદિલ્હી : ભારત અને પાકિસ્તાનના અધિકારીઓની આજે શિખ શ્રદ્ધાળુઓ માટે કરતારપુર કોરિડોરની ટેકનિકલ રુપરેખા ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. જમ્મુ કાશ્મીરને ખાસ દરજ્જા ઉપલબ્ધ કરાવનાર કલમ ૩૭૦ની નાબૂદી કરવામાં આવ્યા બાદ બંને દેશો વચ્ચે વધી ગયેલી તંગદિલી વચ્ચે આ બેઠક યોજવામાં આવી હતી. ભારત અને પાકિસ્તાનના અધિકારીઓ વચ્ચેની આ બેઠક ખુબ સાનુકુળ માહોલમાં યોજાઈ હતી. આ બેઠક ઝીરો પોઇન્ટ ઉપર યોજવામાં આવી હતી. એટલે કે ઝીરો પોઇન્ટ ભારત અને પાકિસ્તાનના સૂચિત કોરિડોરના રૂપાંતરણની જગ્યા છે. ઝીરો પોઇન્ટ ખાતે યોજાયેલી આ બેઠકમાં બંને દેશો તરફથી ૧૫-૧૫ અધિકારીઓ ઉપસ્થિત  રહ્યા હતા.

આ બેઠક આશરે બે કલાક સુધી ચાલી હતી. આ બેઠકમાં ટેકનિકલ પાસા ઉપર ચર્ચા કરવામાં આવી હતી. કરતારપુર કોરિડોર સંબંધિત જુદા જુદા ટેકનિકલ પાસાઓ બંને પક્ષો દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાના એક અધિકારીએ પણ આ બેઠકમાં હાજરી આપી હતી. આ અધિકારીએ નામ જાહેર નહીં કરવાની શરતે આ તમામ માહિતી ઉપલબ્ધ કરાવી હતી.

સૂચિત કોરિડોર ઉપર જારદારરીતે કામ ચાલી રહ્યું છે. જે વિસ્તારમાં આ બેઠક યોજાઈ હતી તે વિસ્તારમાં અભૂતપૂર્વ સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવી હતી. પત્રકારોને સ્થળની નજીક જવાની મંજુરી પણ આપવામાં આવી ન હતી. સૂચિત કોરિડોર કન્વર્જ સ્થળ પર આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. અતિઆધુનિક પેસેન્જર ટર્મિનલ બિલ્ડિંગનું નિર્માણ કરનાર લેન્ડપોર્ટ ઓથોરિટી ઓફ ઇÂન્ડયાના અધિકારીઓ પણ આમા ઉપસ્થિત  રહ્યા હતા.


પાકિસ્તાન તરફથી આને લઇને હજુ સુધી કોઇપણ ખુલાસો કરવામાં આવ્યો નથી. આ કોરિડોર ગુરદાસપુર જિલ્લામાં ડેરા બાબા કિસ્તાનમાં કરતારપુરમાં દરબાર સાહેબને જાડશે. સાથે સાથે ભારતીય શીખ શ્રદ્ધાળુઓને વિઝા ફ્રી અવરજવરની સુવિધા મળશે. શીખ શ્રદ્ધાળુઓને કરતારપુર સાહેબ જવા માટે માત્ર એક પરવાનગી લેવાની રહેશે.

કરતારપુર સાહેબ શીખ ધર્મગુરુ ગુરુનાનક દેવ દ્વારા વર્ષ ૧૫૨૨માં બનાવવામાં આવ્યું હતું. બંધારણની કલમ ૩૭૦ની નાબૂદી થયા બાદ પાંચમી ઓગસ્ટ બાદ બંને દેશો વચ્ચે આ પ્રથમ બેઠક યોજાઈ છે. વિદેશ કચેરીના પ્રવક્તા મોહમ્મદ ફૈઝલે ગઇકાલે જ કહ્યું હતું કે, પાકિસ્તાન નવેમ્બર મહિનામાં વડાપ્રધાન ઇમરાન ખાન દ્વારા કરવામાં આવેલી જાહેરાત મુજબ કરતારપુર સાહેબ કોરિડોરનું ઉદ્‌ઘાટન કરવા અને તેને પૂર્ણ કરવા માટે કટિબદ્ધ છે.

ભારત અને પાકિસ્તાન દ્વારા કોરિડોરને ખોલવાના સંદર્ભમાં ચર્ચા વિચારણા થઇ ચુકી છે. જુલાઈ મહિનામાં બંને દેશોના પ્રતિનિધિમંડળની બેઠક અટારી-વાઘા સરહદ ઉપર યોજાઈ હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.