Western Times News

Gujarati News

મોટાભાઈએ પથ્થર મારી નાનાભાઈની હત્યા કરી દીધી

Files Photo

દારૂના નશામાં છકટા બનીને ધમાલ કરતા નાના ભાઈને સમજવા જતા થયેલા ઝગડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું

સુરત: સતત હત્યાની ઘટના સામે આવી રહી છે, ત્યારે ગતરોજ ગોડાદરા વિસ્તારમાં રહેતા અને મજૂરી કામ કરતા પરિવારમાં અડધી રાત્રે દારૂના નશામાં છકટો બનીને ધમાલ કરતા નાના ભાઈને સમજવા જતા થયેલા ઝગડામાં મોટા ભાઈએ પથ્થર મારી નાના ભાઈની હત્યા કરી દીધી. આ મામલે મોટાભાઈની ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સુરત જાણે ગુનાખોરી મામલે દિવસેને દિવસે આગળ વધી રહ્યુ છે ત્યારે દરરોજ એક હત્યાની ઘટના સમયે આવી રહી છે. આજે સુરતના ગોડાદરા વિસ્તારમાં વધુ એક હત્યાની ઘટના સામે આવી છે. સુરતના ગોડાદરા વિસ્તારમાં આવેલ પ્રિયંકા સોસાયટીમાં રહેતા સાવાનેકર પરિવારમાં મોટા ભાઈ કેસરિચંદ પરિવાર સાથે રહે છે. જાેકે મકાનના પહેલા માળે તેનો નાનો ભાઈ હીરાલાલ જે અપરણિત છે તે રહે છે. ગતરોજ ગરમીને લઈને બંને ભાઈ પોતાના મકાનની ગેલેરીમાં સુતેલા હતા ત્યારે નાનોભાઈ દારૂના નશામાં ચકચાર થઈને લવરી કરવા લાગ્યો હતો, અને મોટા ભાઈ સાથે ઝગડો કરી જેમ તેમ બોલવા લાગ્યો હતો.

પહેલા ઝગડા બાદ મામલો શાંત થઈ ગયો હતો, ત્યારબાદ મોડી રાત્રે નાના ભાઈએ ધમાલ શરૂ કરી દીધી હતી, જેને લઈને મોટા ભાઈએ ફરી નાનાભાઇને સમજાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ નાનાએ નશાની હાલતમાં હાથા પાઇ શરૂ કરી દીધી હતી. આ હાથાપાઈમાં મોટાભાઈએ આવેશમાં આવીને નાનાભાઈના માથામાં પ્થ્થર મારી દેતા તેને ગંભીર ઇજા થતા તેનું કરુંણ મોત થયું હતું.

આ ઘટનાની જાણકારી માતાએ ગોડાદરા પોલીસને આપતા પોલીસે ઘટના સ્થળે પહોંચી ગુનો દાખલ કરી નાનાભાઈના હત્યાના મામલે મોટાભાઈની ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ હત્યા ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.