Western Times News

Gujarati News

નબીપુર ગામે નવીનગરીમા ગૌ-વંશનું કતલ કરતા ઈસમો ઝડપાયા

(તસ્વીર ઃ વિરલ રાણા, ભરૂચ) ઈન્ચાર્જ પોલીસ મહાનિરીક્ષક એમ.એચ.ભરાડા વડોદરા રેન્જ તથા ભરૂચ જીલ્લાના પોલીસ અઘિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા તથા મદદનીશ પોલીસ અઘિક્ષક વિકાસ સુંન્ડા નાઓએ ગેરકાયદેસરની પ્રવૃત્તિ અટકાવવા સુચના આપી હતી.

જે અનુસંધાને નબીપુર પો.સ્ટે. ના પોલીસ સબ ઈન્સ્પેક્ટર એ.કે.જાડેજા નાઓને મળેલ ગૌ-વંશ કતલની બાતમી આધારે નબીપુર ગામે નવીનગરી વિસ્તારમાં મિન્હાજ ગુલામ કુકી નાઓના ઘરની બાજુમાં આવેલ અડાળામાં નબીપુર પોલીસ સ્ટાફના માણસો સાથે તા. ૦૭/૦૮/૨૦૨૧ ના કલાક ૨૩/૦૦ વાગે પહોચતા

મિન્હાજ ગુલામ કુકી નાઓના ઘરની પાસે આવેલ અડાળામાં બાતમીવાળી જગ્યાએ જતા ત્રણ ઈસમો મિન્હાજ ગુલામ કુકી રહે. નબીપુર, નવીનગરી તા.જી. ભરૂચ તથા કરણભાઈ શનાભાઈ વસાવા રહે.નબીપુર, નવીનગરી તા.જી.ભરૂચ તથા અમીત બાલુ વસાવા રહે. નબીપુર, નવીનગરી તા.જી.ભરૂચ નાઓ નાસી ગયેલ

તથા ત્રણ ઇસમો રફીક મહંમદ દલાલ રહે.નબીપુર, દલાલ કોલોની, જીન રોડ તા.જી.ભરૂચ તથા અજય શના વસાવા રહે.નબીપુર,જુનો ભીલવાડો તા.જી.ભરૂચ તથા પ્રફુલ પરશોતમ વસાવા રહે.નબીપુર, નવીનગરી તા.જી.ભરૂચ નાઓ પકડાઈ ગયેલ અને જે તમામ ઇસમોએ પોતાના આર્થિક ફાયદા સારૂ અને વેચાણ કરવાના ઇરાદે તેમજ ગૌ-માંસ આરોગવા ના ઈરાદે

ગાયના બે વાછરડાને હલાલ (કતલ) કરી મોત નિપજાવી આશરે ૮૦ કિલો વજનના કિંમત રૂપિયા ૮૦૦૦ ગૌ-માંસ સાથે તેમજ એક વાછરડી કી.રૂ. ૫૦૦૦ તથા એક વાછરડો કિંમત રૂપિયા ૨૦૦૦ નો કતલ કરવાના ઈરાદે લાવી હિંદુ ધર્મનાં સમાજના લોકોની લાગણી દુભાવી એકબીજાની મદદગારી કરી ગુનો કરેલ હોય જેથી તેના સામે ગુનો દાખલ કરી કાયદેસર કાર્યવાહી કરવામા આવી હતી.*


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.