Western Times News

Gujarati News

દીપિકા પાદુકોણ સાથે ‘છપાક’ની ઓફર નકારી દેવાનો વિચાર આવ્યો હતો ઃ વિક્રાંત મેસી

 ‘મુસાફિર કેફે’ દિવ્યા પ્રકાશ દુબેની એ જ નામની નવલકથા પર આધારિત રોમેન્ટિક ડ્રામા સિરીઝમાં વિક્રાંત મેસી જોવા મળશે

 

મુંબઈ,વિક્રાંત મેસીએ આત્મવિશ્વાસના અભાવે દીપિકા પાદુકોણ સાથે છપાક ફિલ્મ કરવાનો લગભગ ઇનકાર કરી દીધો હતો. જોકે, દિગ્દર્શક મેઘના ગુલઝારના વિશ્વાસ અને સમજાવટ બાદ તેણે આ ફિલ્મ માટે હા પાડી હતી.પોતાની આગામી નેટફ્લિક્સ વેબ સિરીઝ ‘મુસાફિર કેફે’ના પ્રમોશન દરમિયાન વિક્રાંતે જણાવ્યું કે તેણે પોતાની કારકિર્દીમાં ક્યારેય એક જ પ્રકારની ભૂમિકાઓમાં બંધાઈ જવાનું પસંદ કર્યું નથી. તેણે કહ્યું કે દર્શકોના પ્રેમ અને ફિલ્મમેકર્સના વિશ્વાસને કારણે તે સતત અલગ-અલગ પ્રકારના પાત્રો ભજવી શક્યો છે.

વિક્રાંતે કહ્યું, “મારા માટે સૌથી મોટી વાત એ હતી કે હું કોઈ એક પ્રકારની ભૂમિકામાં સીમિત ન રહી જાઉં. દર્શકોએ મને ટીવીથી લઈને ફિલ્મો અને્ OTT સુધી દરેક માધ્યમમાં સ્વીકાર્યાે છે. આ માટે હું તેમનો ખૂબ આભારી છું.”તેણે પોતાના કારકિર્દીના કેટલાક મહત્વના વળાંકો યાદ કરતાં જણાવ્યું કે, કોંકણા સેન શર્માએ ‘એ ડેથ ઇન ધ ગંજ’માં ‘શુટુ’નું પાત્ર મારામાં જોયું, જ્યારે હું પોતે તેને જોઈ શકતો નહોતો. તેમની શ્રદ્ધાએ મને નવી દિશા આપી. પછી ‘મિર્ઝાપુર’, વિધુ વિનોદ ચોપરા અને મેઘના ગુલઝાર જેવા લોકોનો વિશ્વાસ પણ મારી કારકિર્દીમાં ખૂબ મહત્વનો રહ્યો.”‘છપાક’નો અનુભવ યાદ કરતાં વિક્રાંતે જણાવ્યું કે તે દીપિકા પાદુકોણ જેવા મોટા સ્ટાર સાથે સ્ક્રીન શેર કરવા અંગે શંકામાં હતો. તેણે કહ્યું, “મને લાગતું હતું કે દીપિકા બહુ મોટી સ્ટાર છે.

તે મારી જેટલી જ ઊંચી છે અને અમે બંને સાથે સ્ક્રીન પર સારા નહીં લાગીએ. એટલે મેં લગભગ ફિલ્મ છોડવાનો નિર્ણય કરી લીધો હતો.”વિક્રાંતના જણાવ્યા મુજબ, મેઘના ગુલઝારે તેને સમજાવતાં કહ્યું હતું કે બંનેની જોડી પડદા પર સારી લાગશે અને તે આ પાત્ર માટે સંપૂર્ણપણે યોગ્ય છે. દિગ્દર્શકના વિશ્વાસે તેને હિંમત આપી અને અંતે તેમણે ફિલ્મ સ્વીકારી. “હું લગભગ ડરી ગયો હતો, પરંતુ મેઘના મૅમે મારા પર વિશ્વાસ મૂક્યો. ઘણી વખત બીજા લોકોનો વિશ્વાસ તમને પોતાનામાં વિશ્વાસ કરવાનું શીખવે છે.” ઉલ્લેખનીય છે કે ‘મુસાફિર કેફે’ દિવ્યા પ્રકાશ દુબેની એ જ નામની નવલકથા પર આધારિત રોમેન્ટિક ડ્રામા સિરીઝ છે. આ સિરીઝમાં વિક્રાંત મેસી, વેદિકા પિંટો, મહિમા મકવાણા, આદિલ હુસૈન, રાજીવ સિદ્ધાર્થ, અનુભા ફતેહપુરિયા, લવલીન મિશ્રા અને સાદિયા સિદ્દીકી મહત્વપૂર્ણ ભૂમિકાઓમાં જોવા મળે છે. સિરીઝ ૨૪ જુલાઈથી નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થઈ રહી છે.SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.