નવી મેત્રાલ ગામે રામદેવરાના પદયાત્રીઓ માટે સેવા કેમ્પ યોજાયો
(પ્રતિનિધિ)ખેડબ્રહ્મા, ભાદરવા સુદ બીજ કળિયુગના દેવ રામદેવજી ના મુખ્ય સ્થાનક રાજસ્થાન ના રામદેવરા ખાતે ખૂબ મોટો ઉત્સવ કે મહા ઉત્સવ હોય છે આ દિવસોમાં મુખ્યત્વે ગુજરાત તથા રાજસ્થાન ના હજારો ભક્તો ભગવાન શ્રી રામદેવજી ના દર્શન કરીને ધન્યતા અનુભવવા માટે ચાલીને, બાઈક ઉપર અથવા અન્ય વાહનો દ્વારા રાજસ્થાનના રામદેવરા ખાતે પહોંચે છે. વરસતા વરસાદમાં પણ તેઓ ધીરજ સાથે પદયાત્રા કરતા હોય છે. આવા પદયાત્રીઓ માટે રામદેવરા જતા રસ્તા ઉપર ઘણા ગામના લોકો મંડપ બાંધી તેઓની શક્તિ મુજબ રામદેવરા જતા લોકોની સેવા કરતા હોય છે. આવો જ એક કેમ્પ ખેડબ્રહ્મા તાલુકાના અંબાજી હાઈવે રોડ પર આવેલ નવી મેત્રાલ ગામના ઠાકોર કોમના યુવાનોએ છેલ્લા થોડાક વર્ષોથી ચાલુ કરેલ છે. લોકોને ચા-નાસ્તાની જરૂરત પુરી કરે છે આ વર્ષે પણ નવી મેત્રાલ ગામના ઠાકોર ઇશ્વરભાઇ સોનાભાઈ, બાબુભાઈ જવાનભાઈ, બાબુભાઈ તલાભાઈ, બાબુભાઈ જામાભાઈ તથા પ્રધાનભાઈ કુંવરબાઇ વિગેરે પૂર્ણ સમય હાજર રહી રામદેવ ભક્તોની સેવા કરી હતી.