Western Times News

Gujarati News

લગ્નની લાલચ આપી યુવતી સાથે વારંવાર દુષ્કર્મ ગુજાર્યું

Files Photo

રાજકોટ, રાજકોટ શહેરમાં લવ સેક્સ ઔર ધોકા પ્રકારનો કિસ્સો સામે આવ્યો છે. રાજકોટ શહેરમાં પાડોશી યુવાન સાથે તરુણીને પ્રેમ સંબંધ બંધાયો હતો. ત્યારે પિતાએ બદનામીના ડરથી ઘર બદલાવ્યું હતું. તેમ છતાં લગ્નની લાલચ આપી યુવાન વારંવાર દુષ્કર્મ ગુજારી રહ્યા હોવાનો બનાવ સામે આવ્યો છે.

સમગ્ર મામલે પીડિતાના પરિવારજનોએ પોલીસ ફરિયાદ નોંધાવતા ભક્તિનગર પોલીસે આરોપીની અટકાયત કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર તરુણીને લગ્નની લાલચ આપી અવારનવાર પોતાની હવસનો શિકાર બનાવનાર કિશન ભરતભાઈ ચણિયારાની ભક્તિનગર પોલીસે અટકાયત કરી છે.

ભક્તિનગર પોલીસ દ્વારા આરોપી કિશન વિરુદ્ધ અપહરણ, દુષ્કર્મ તેમજ પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પીડિતાના પિતાએ પોલીસને જણાવ્યું છે કે મારી દીકરીને પાડોશમાં રહેતા યુવાન સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો.

ત્યારે સમાજમાં બદનામીના ડરે મેં ઘર પણ બદલાવ્યું હતું. ગઈ કાલે સવારે પરિવારજનો જાગ્યા ત્યારે પુત્રી પથારીમા જાેવા નહોતી મળી. જેથી પુત્રી બાબતે આજુબાજુમાં તેમજ સંબંધીઓને ત્યાં તપાસ કરી હતી. પરંતુ દીકરી નો કોઈ પણ જાતનો અતો પતો નહીં મળતાં અમે અગાઉ દૂધસાગર રોડ પર રહેતા હતા ત્યાં પાડોશીના પુત્ર કિશન સાથે મારી દીકરીને પ્રેમ સંબંધ બંધાયો હતો. તે કિશન ના ઘરે પણ અમે તપાસ કરી હતી.

બાદમાં અમે ભક્તિનગર પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. પોલીસને જણાવ્યું હતું કે આરોપી કિશન જ તેની પુત્રીને ભગાડી ગયો છે. થોડીવાર બાદ પુત્રી પણ પરત આવી જતાં તેની પૂછપરછ કરવામાં આવી હતી. ત્યારે પુત્રીની પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે તે ગઈકાલે રાત્રે આરોપી કિશન ના ઘરે હતી.

પીડિતાના પિતાએ પોલીસને જણાવ્યું છે કે એકાદ મહિના પહેલા જ્યારે તેઓ દૂધસાગર રોડ વિસ્તારમાં રહેતા હતા. ત્યારે આરોપી કિશને તેને લગ્નની લાલચ આપી અવારનવાર શરીર સંબંધ પણ બાંધ્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપી કિશનની ઉંમર ૨૦ વર્ષ હોવાનું જાણવા મળ્યું છે. તેમ જ તે કારખાનામાં કામ કરી પોતાનું આર્થિક ગુજરાન ચલાવતો હોવાનું પણ સામે આવ્યું છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.