આજથી યુનિવર્સિટીની પ્રથમ ચરણની પરીક્ષા
અમદાવાદ, ગુજરાત યુનિવર્સિટીની પ્રથમ તબક્કાની પરીક્ષાનો આવતીકાલે ૧૫ઓક્ટોબરથી પ્રારંભ થઇ રહ્યો છે. પરીક્ષાને લઇને તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. નવરાત્રિની પૂર્ણાહૂતિ થઇ ચુકી છે કે, ત્યારે વિદ્યાર્થીઓ હવે છેલ્લા કેટલાક દિવસથી પરીક્ષાની તૈયારીમાં વ્યસ્ત હતા. આવતીકાલથી પ્રથમ તબક્કાની પરીક્ષા શરૂ થયા બાદ આ પરીક્ષામાં વિદ્યાર્થીઓ વધુને વધુ સારો દેખાવ કરવાના ઇરાદા સાથે પરીક્ષામાં ઉતરી રહ્યા છે.
અમદાવાદ શહેર અને જિલ્લાના પરીક્ષા કેન્દ્રો પર આ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. પરીક્ષા દરમિયાન કોઇપણ પ્રકારની ગેરરીતિઓ અને ગેરશિસ્ત ન થાય તે માટે પણ તમામ તૈયારીઓ કરવામાં આવી છે. ૯૨,૦૦૦થી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. અમદાવાદ શહેર, અમદાવાદ જીલ્લા અને ગાંધીનગર શહેર જીલ્લાના ૭૪ જેટલા પરિક્ષા કેન્દ્રો પર આ પરિક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત યુનિવર્સિટીની પ્રથમ તબક્કાની પરિક્ષા ૨૨ ઓક્ટોબર સુધી ચાલશે.
દિવાળી બાદ બે તબક્કામાં પરીક્ષા યોજવામાં આવશે. ૧૫ ઓક્ટોબરથી પ્રારંભ થઈ રહેલી પરિક્ષામાં સ્નાતક કક્ષાના લગભગ ૭૯,૦૦૦ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. અનુસ્નાતક કક્ષાના ૯૦૦૦ જેટલાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ગુજરાત યુનિવર્સિટી દ્વારા એક દિવસમાં ત્રણ સેશનમાં પરિક્ષા લેવાનું આયોજન હાથ ધરાયું છે. પરિક્ષાને સુચારુ રૂપે લેવા માટે ઓલ્ઝર્વર સમિતિ, ૩૭ જેટલા ઓલ્ઝર્વરની ટીમો કાર્યરત રહેશે. કુલપતિ દ્વારા સ્પેશિયલ સ્કવોડ પણ નિયુક્ત કરાશે. કુલપતિ તેમજ ઉપકુલપતિ તેમજ રજીસ્ટ્રારએ વિદ્યાર્થીઓને તણાવમુક્ત રહી પરિક્ષા આપવા અપીલ કરી છે.