Western Times News

Gujarati News

ડેરિવેટીવ્ઝ રિટેલ ટ્રેડિંગ સંદર્ભે સેબી લગામ લગાવે એવી શક્યતા

મુંબઈ, સિકયુરિટીઝ માર્કેટના નિયમનકાર સેબીની ભૂમિકા બજારમાં ટ્રેડિંગ ઉપરાંત બજારના જાેખમોથી રોકાણકારોને નુકસાન થાય નહિ એવી વ્યવસ્થા ઉભી કરવાની પણ છે. બજારની વધઘટથી જાેખમ અને ખોટની સંભાવના રહેલી હોય છે પણ રોકાણકરો સજાગ રહે એ જરૂરી છે.

માર્ચ ૨૦૨૦થી વધુને વધુ રિટેલ ગ્રાહકો શેરબજારમાં આવી રહ્યા છે અને તેની સાથે તેમનો ડેરિવેટીવ્ઝ ટ્રેડિંગ હિસ્સો પણ વધી રહ્યો છે. ઓછા રોકાણથી વધુ નફો રળવાની લાલચમાં આ ટ્રેડિંગ વધી રહ્યું હોવાની શક્યતા છે.

નિયમનકાર આ વાતથી વાકેફ હોવાથી આ સેગમેન્ટ રિટેલનો હિસ્સો કેટલો, રિટેલ.રોકાણકાર કેવી રીતે તેમાં ટ્રેડિંગ કરે છે તે અંગે ડેટા એકત્ર કરી એક સર્વે કરી રહી હોવાનું જાણવા મળ્યું છે.

સેબી માને છે કે શેરની રોકડમાં ખરીદી કરતા ડેરિવેટીવ્ઝમાં નુકસાન અને ખોટનું જાેખમ વધારે રહેલું છે. આ ઉપરાંત, બજારમાં.છેલ્લા છ મહિનાથી તીવ્ર વધઘટ જાેવા મળી રહી છે જે જાેખમ વધારે ઊંચું કરે છે.

આ સ્થિતિમાં સર્વેના આધારે સેબી રિટેલ રોકાણકારોના ડેરિવેટીવ્ઝ ટ્રેડિંગ અંગે અને તેમાં માર્જીંન અને અન્ય ચીજાે અંગે ફેરવિચારણા કરે એવી શક્યતા છે. આ અંગે કોઈ અંતિમ ર્નિણય લેવાયો નથી. ર્નિણયનો આધાર સર્વેમાં કેવી બિગ્ટનાને તારણો બહાર આવે છે તેના ઉપર છે. એટલું ચોક્કસ કે સેબીની આ સ્થિતિ ઉપર નજર છે.ss2kp


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.