Western Times News

Gujarati News

ઈન્ટરસ્કૂલ ચેસ સિલેક્શન ફોર નેશનલ -૨૦૧૯ની પ્રતિયોગીતા યોજાઈ

ગુજરાત સ્ટેટ અન્ડર-૮ અને અન્ડર-૧૨ ઈન્ટરસ્કૂલ ચેસ સિલેક્શન ફોર નેશનલ -૨૦૧૯ની પ્રતિયોગીતા  રાઈફલ કલબ, ભવન્સ કોલેજ પાસે, ખાનપુર, અમદાવાદ ખાતે તારીખ  ૧૯ અને ૨૦ ઓક્ટોબર, ૨૦૧૯ ના રોજ યોજાઈ હતી.

ઉપરોક્ત ટુર્નામેન્ટનું આયોજન ચેસ ન્યૂ અમદાવાદ ડિસ્ટ્રીક્ટ એસોસીએશન દ્વારા ગુજરાત સ્ટેટ ચેસ એસોસીએશનના નેજા હેઠળ તા.૧૯ અને ૨૦ ઓક્ટોબર, ૨૦૧૯ના રોજ રાઈફલ કલબ, ખાનપુર, અમદાવાદ ખાતે કરવામાં આવ્યું હતુ. કુલ ૨૪૭ જેટલા ખેલાડીઓ ગુજરાતમાંથી વિવિધ જિલ્લાઓમાંથી આ ટુર્નામેન્ટમાં ભાગ લેવા આવ્યા હતા. આખરી પરિણામો નીચે મુજબ રહ્યા હતા.

અન્ડર-૮ (ઓપન) અન્ડર-૮ (ગર્લ્સ)
૧) જ્વલ એસ. પટેલ – ૭ પોઈન્ટ ૧) મેહર ચૌધરી – ૫.૫ પોઈન્ટ
૨) કિઆન શાહ – ૬ પોઈન્ટ ૨) ક્રિશા દોષી – ૫ પોઈન્ટ
૩) વિહાન પરીખ – ૬ પોઈન્ટ ૩) ખનક દેકાવડીયા – ૫ પોઈન્ટ
૪) આરવ કુમાર – ૫.૫ પોઈન્ટ ૪) હાન્યા શાહ – ૫ પોઈન્ટ
૫) રિશીત શર્મા – ૫.૫ પોઈન્ટ ૫) અદિત્રી શોમે – ૪.૫ પોઈન્ટ

અન્ડર-૧૨ (ઓપન) અન્ડર-૧૨ (ગર્લ્સ)
૧) અડાલજા વંશ – ૬ પોઈન્ટ ૧) રિધ્ધી પટેલ – ૬ પોઈન્ટ
૨) જૈન આદિ – ૬ પોઈન્ટ ૨) યશ્વી મારવણીયા – ૫ પોઈન્ટ
૩) માર્મિક શાહ – ૫.૫ પોઈન્ટ ૩) ગ્રિષ્મા વેણુગોપાલ – ૫ પોઈન્ટ
૪) વિરભદ્રસિંદ ગઢવી – ૫.૫ પોઈન્ટ ૪) આશિતા જૈન – ૫ પોઈન્ટ
૫) હર્ષ સરવૈયા – ૫.૫ પોઈન્ટ ૫) રિધ્ધી ચાવડા – ૪.૫ પોઈન્ટ

પ્રત્યેક કેટેગરીમાં પ્રથમ પાંચ શ્રેષ્ઠ ખેલાડીઓને ટ્રોફી દ્વારા નવાજવામાં આવ્યા હતા. વિજેતા ખેલાડીઓને ભાવેશ પટેલ (સીઈઓ, ગુજરાત સ્ટેટ ચેસ એસોસીએશન) તેમજ મયૂર પટેલ (વાઈસ પ્રેસીડન્ટ, ગુજરાત સ્ટેટ ચેસ એસોસીએશન) દ્વારા ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. પ્રથમ બે શ્રેષ્ઠ ખેલાડીઓ (પ્રત્યેક કેટેગરીમાંથી) ઔરંગાબાદ, મહારાષ્ટ્ર ખાતે રમાનાર નેશનલ ટુર્નામેન્ટમાં ગુજરાત રાજયનું પ્રતિનિધિત્વ કરશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.