પંજાબના ફિરોઝપુરમાં ફરીવાર ત્રણ પાકિસ્તાની ડ્રોન જોવાયા
ફિરોઝપુર, પાકિસ્તાનના ફિરોઝપુરમાં ફરી ત્રણ પાકિસ્તાની ડ્રોન જોવાયા હતા. જેના જવાબમાં ભારતીય જવાનોએ ફાયરીંગ કર્યું હતું અને પાછા પાકિસ્તાન ભેગા કરી દીધા હતા. ઉલ્લેખનીય છે કે પહેલાં પણ મોડીરાત્રે ડ્રોન જોવાયા હતા. જેના જવાબમાં સ્ટ્રાઈક કરી હતી. પણ હજુ પણ પાકિસ્તાનની નાપાક હરકતો ચાલુ જ છે.
પંજાબના ફિરોઝપુરમાં ફરી એક વખત 3 પાકિસ્તાની ડ્રોન જોવા મળતા સુરક્ષા એજન્સીઓ ઉંધા માથે થઇ છે. ભારત અને પાકિસ્તાનની સરહદ પર હુસૈનીવાલામાં બીએસએફના જવાનોને સોમવારે મોડી રાત્રે 3 પાકિસ્તાની ડ્રોન ભારતીય સરહદમાં અંદર પ્રવેશતા જોવા મળ્યા. જે બાદ બીએસએફના જવાનોએ ડ્રોનને નિશાન બનાવી ફાયરિંગ શરૂ કરતા જ ડ્રોન ફરી પાકિસ્તાન પરત ફરી ગયા.