દેવગઢ બારીઆમાં કાળઝાળ ગરમી વચ્ચે મેઘ મહેર થતા લોકો ખૂશ ખૂશાલ
(પ્રતિનિધિ) દે.બારીઆ,
દેવગઢ બારીઆ તાલુકામાં છેલ્લા કેટલાય દિવસથી ગરમીનો પારો વધતા લોકો ત્રાહીમામ પોકારી ઉઠયા હતા ત્યારે સાંજના સમયે એકાએક મેઘ મહેર થતા લોકોમાં પહેલા વરસાદની મજા માણવા ઘરની બહાર નીકળી વરસાદમાં પલળી મજા માણી હતી.
દેવગઢબારીઆ તાલુકામાં છેલ્લા કેટલાય દીવસથી દીન પ્રતિદિન ગરમીનો પારો વધતા લોકો ગરમીથી ત્રાહીમામ પોકારી ઉઠયા હતા ત્યારે આજરોજ એકાએક બપોરથી વાતાવરણમાં પલ્ટો આવતા કાળા ડીંબાગ વાદળો છવાતા જાણે અંધારપટ છવાયુ હોઈ તેમ વીજળીના કડાકા ચમકારા અને કડાકા ભડાકા ગાજવીજ સાથે સાજના સમયે મેઘ મહેર થતા સીઝનના પહેલા વરસાદની શરૂઆત થતા નગરજનો સહીત બાળકો ઘરની બહાર રસ્તા ઉપર આવી વરસાદમાં ઘરની બહાર રસ્તા ઉપર આવી ગયા હતા વરસાદની મજાણ માણી હતી તો પહેલા વરસાદની જાણે ધમાકેદાર એન્ટ્રીથી ગરમીમાં જાણે રાહત થઈ હોઈ તેમ ઠંડક પ્રસરી ગઈ હતી અને લોકોએ રાહતની લાગણી અનુભવી હતી.*