સલમાનના ધમાકેદાર ડાયલોગની સાથે બિગ બોસ-૧૬ નો પ્રોમો રિલીઝ
નવીદિલ્હી, દેશના સૌથી ચર્ચિત બિગ બોસની ૧૬મી સીઝનનો પ્રોમો રિલીઝ થઈ ગયો છે. આ પ્રોમો વીડિયો સામે આવ્યા બાદ લોકોનું એક્સાઇટમેન્ટ વધી ગયું છે. કલર્સ ટીવીએ મંગળવારે બિગ બોસ ૧૬નો પ્રોમો રિલીઝ કર્યો છે.
પ્રોમોમાં સલમાન ખાન તે વાત તરફ ઈશારો કરતો જાેવા મળી રહ્યો છે કે આ સીઝનમાં નિયમ છે કે આ વખતે કોઈ નિયમ હશે નહીં. આ વીડિયોમાં સલમાન ખાન કહે છે, ૧૫ વર્ષથી બિગ બોસ વધા જાેઈ રહ્યાં છે. આ વખતે બિગ બોસમાં અમારી ગેમ દેખાડીશું.
સવાર થશે પણ આકાશમાં ચાંદ દેખાશે. ગ્રેવેટી ઉડશે હવામાં અને ઘોડા ચાલશે સીધી ચાલ. પડછાયો પણ છોડશે સાથ, રમશે પોતાની રમત, કારણ કે આ વખતે બિગ બોસ ખુદ રમશે.
પ્રોમો સામે આવ્યા બાદ ફેન્સ ખુશ છે. ફેન્સ વીડિયો પર કોમેન્ટ કરી રહ્યાં છે. એક ફેને લખ્યું કે ઓ ગોડ બિગ બોસ આવશે, તો એકે લખ્યું- આ વખતે નો રૂલ્સ મતલબ શોમાં મારા-મારી જારી રહેશે.. નાઇસ. નોંધનીય છે કે પ્રોમોને શેર કરતા કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે આ ૧૫ વર્ષમાં બધાએ રમી પોત-પોતાની ગેમ, પરંતુ હવે વારો છે બિગ બોસને રમવાનો. જુઓ બિગ બોસ સીઝન ૧૬ જલદી માત્ર કલર્સ પર.
બિગ બોસ ૧૬નો પ્રોમો જાેઈ તને સલમાન ખાનની પ્રશંસા તો કરશો પરંતુ વિચારમાં પડી જશો કે આ વખતે રિયાલિટી શોની થીમ શું હશે. પ્રોમોમાં દેખાડવામાં આવેલું ઘર રહસ્યમયી લાગી રહ્યું છે. માનવામાં આવી રહ્યું છે કે બિગ બોસ ૧૬નું ઘર અને નિયમ બધુ અલગ થવાનું છે. જે સલમાન ખાનના ડાયલોગથી સ્પષ્ટ છે.HS1MS