ભરૂચમાં બાળકો ઉપાડવા આવતી મહિલા ટોળકીને લોકોએ ઝડપી પાડી
રોષે ભરાયેલી મહિલાઓએ બાળકો ઉઠાવતી ગેંગની મહિલા ટોળકીને લાફા વાળી કરી
(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ), ભરૂચમાં છેલ્લા ઘણા સમયથી બાળકો ઉઠાવતી ટોળકી સક્રિય થઈ હોવાની ચર્ચાઓ વચ્ચે ભરૂચના મહંમદપુરા એપીએમસી નજીક બે મહિલાઓ બાળકોને ઉઠાવી જતી હોવાની શંકાએ ટોળું એકત્ર થઈ ગયું હતું અને મહિલાઓ વચ્ચે બોલાચાલી બાદ બાળકો ઉઠાવી જતી ટોળકીની બે મહિલાઓને ઢોળમાર મારી હોવાની ઘટના સામે આવી છે અને સમગ્ર ઘટનાનો વિડીયો પણ સતત સોશ્યલ મીડિયા ઉપર ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.
ભરૂચ શહેરમાં છેલ્લા ત્રણ ચાર દિવસથી બાળકો ઉઠાવવા માટે મહિલા ટોળકી સક્રિય થઈ હોય તેવી રીતે અનેક ફરિયાદો સામે આવી હતી.ત્યારે ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં બે મહિલાઓ બાળકોને ઉઠાવી જતી હોવાની શંકાએ સમગ્ર ટોળું એકત્ર થઈ ગયું હતું
અને બે મહિલા કે જે બાળકો ઉઠાવી જતી હોવાની શંકાએ ટોળા અને મહિલાઓ વચ્ચે બોલાચાલી બાદ ટોળાય બાળકો ઉઠાવી જતી બે મહિલાઓને લાફા વાળી કરવા સાથે વાળ પકડી માર મારી મેથીપાંચ ચખાડ્યો હોવાની ઘટનાએ લોકોમાં ભારે ચર્ચાનું કેન્દ્ર બન્યું છે.
બાળકો ઉઠાવી જવાની શંકાએ બે મહિલાઓને ઢોર માર મરાતો હોવાનો વિડિયો પણ સતત સોશિયલ મીડિયા ઉપર ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.બાળકો ઉઠાવી જવાની શંકાએ બંને મહિલાઓને લોકોએ માર માર પોલીસના હવાલે કરી હોવાની માહિતી સાંપડી રહી છે.
જાેકે બંને મહિલાનો કબજાે પોલીસે લઈ બંને મહિલાઓની ઓળખ તથા તેઓ ક્યાંથી આવ્યા છે અને કયા કારણોસર આવ્યા છે તે દિશામાં તપાસનો દોર લંબાવ્યો છે.લોકોના ટોળાઓએ મહિલાઓને માર મારતા ગંભીર ઇજાવના પગલે તેઓને સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને ઈકો ગાડી લઈને આવ્યા હોવાના આક્ષેપો સ્થાનિકોએ કર્યા છે.જેના પગલે પોલીસે પણ નંબર પ્લેટ વગરની ઇકોગાડી અંગેની શોધખોળ આરંભી છે.
સમગ્ર પ્રકરણમાં ભોગ બનનાર બંને વિદ્યાર્થીનીઓ મહમદપુરા તરફથી મહેંદી ક્લાસ માંથી પોતાના ઘર તરફ જઈ હતી તે દરમિયાન એક ઈકો ગાડી માંથી ઉતરેલી બે મહિલાઓએ બંને વિદ્યાર્થીનીઓને બોલાવી તેનો પીછો કરવાનો પ્રયાસ કરતા તેઓ બંને વિદ્યાર્થીનો ઘર પહોંચી ગયા
અને તેઓના માતા પિતાને વાતની જાણ કરતા રહીશોએ મહિલાઓનો પીછો કર્યો હતો અને મહિલાઓને ઝડપી પાડી હતી. મહિલાઓ ઝડપાઈ જતા નંબર પ્લેટ વગરની ઇકોગાડી ઉપરથી ભાગી જવામાં સફળ થઈ હોવાના આક્ષેપો લોકોએ કર્યા હતા.