અરવલ્લીમાં ટેકાના ભાવે ખરીદી કેન્દ્રો પર મગફળી વેચવામાં ખેડૂતોની ઉદાસીનતા
અરવલ્લી જિલ્લાના 6 કેન્દ્ર પર મગફળી ખરીદીની શરૂઆત થઈ ગઈ છે જીલ્લામાં ખેડૂતોએ મગફળીના પાકમાં સારો ભાવ મળી રહે તેવા આશયથી 58 હજાર હેક્ટરમાં મગફળીનું વાવેતર કર્યું હતું સરકારે ટેકાના ભાવે મગફળી ખરીદવાની જાહેરાત કરતા ગત વર્ષની સરખામણીએ બમણાં ખેડૂતોએ કરાવી નોંધણી કરાવી છે ચાલુ વર્ષે 3600 ખેડૂતોએ મગફળી વેચાણ માટે નોંધણી કરાવી ભેજવાળી મગફળી ન ખરીદાતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી હોવાની સાથે ટેકના ભાવ ના બદલે ખુલ્લા બજારમાં ખેડૂતો મગફળી વેચાણ કરી રોકડા નાણાં મેળવી રહ્યા છે.
ટેકાના ભાવે મગફળીની શરૂઆત થઇ ચૂકી છે ત્યારે અરવલ્લી જિલ્લાના છ તાલુકાઓમાં મગફળીની ખરીદી કરવામાં આવી રહી છે.ચાલુ વર્ષે અરવલ્લી જિલ્લામાં ચૌદ હજાર પાંચસો જેટલા ખેડૂતોનું રજિસ્ટ્રેશન થયું છે. ગત વર્ષે મોડાસા તાલુકામાં મગફળીના અઢારસો જેટલા ખેડૂતોએ નોંધણી કરાવી હતી, જ્યારે આ વર્ષે બમણાં એટલે કે, અડત્રીસો ચાર જેટલા ખેડૂતોએ મગફળીના વેચાણ માટે નોંધણી કરાવી છે.. આ વર્ષે જિલ્લામાં અંદાજે પંચાવન હજાર જેટલા હેક્ટરમાં મગફળીનું વાવેતર થયું છે.જો કે, કમોસમી વરસાદને કારણે મગફળીમાં કાળાશ પડી છે, ત્યારે ભેજવાળી મગફળી પણ આવી રહી છે.જેથી આઠ ટકા કરતા વધારે ભેજવાળી મગફળી રીજેક્ટ પણ કરવામાં આવી રહી છે.જેથી ખેડૂતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. પ્રાપ્ત માહિતી મુજબ, મગફળીની ખરીદીમાં