Western Times News

Gujarati News

રાત્રે વાહન ચાલકોને હેરાન કરીને તોડપાણી કરતો નકલી પોલીસ ઝડપાયો

fake police officers arrested

(મનોજ મારવાડી, ગોધરા), બાલાસિનોરના ફાગવેલ ગામ પાસેથી મહીસાગર જિલ્લાની હદમાં બાઇક પર સવાર લોકોને રોકી પોલીસની ઓળખ આપી લોકો સાથે ઠગાઈ થઈ હોવાનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં રાત્રી દરમિયાન પોલીસની ઓળખ આપી વાહન ચાલકની ઓવરટેક કરી બાઈક રોકવી અને ગાડીના કાગળ માગ્યા

અને બન્ને બાઇક સવાર પાસેથી રૂા.11000 લઇ મારી ગાડી પાછળ પોલીસ સ્ટેશન આવો તેવું કહી કાર લઇ ફરાર થયો હતો. ત્યાર બાદ બાઇક ચાલક બાલાસિનોર પોલીસ મથકે પહોંચતા નકલી પોલીસનો ભાંડો ફૂટ્યો હતો.

હા-ઇવે ઉપર નકલી પોલીસ બનીને ઉઘરાણીની વાત સાંભળીને અસલી પોલીસ પણ ચોંકી ગઇ હતી. બાઈક ચાલક દ્વારા ગાડી તેમજ તેનો નંબર નોંધતા અને પોલીસ સ્ટેશનમાં ફોટો બતાવતા આવો કોઈ જ ઈસમ પોલીસ સ્ટેશનમાં ન હોવાની વિગત બહાર આવી હતી. બાલાસિનોર પોલીસે એક નકલી પોલીસ બનીને ઉઘરાણા કરતા એક ઇસમને પકડી પાડીને કાર્યવાહી હાથ ધરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.