Western Times News

Gujarati News

વેકેશનમાં એડવાન્સ રોક ક્લાઇબ્મીંગ કોર્સ શીખવો હોય તો આટલું કરો

યુવક સેવા અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા આગામી તા. ૫ મેથી ૦૬ જૂન-૨૦૨૩ દરમિયાન માઉન્ટ આબુ ખાતે પર્વતારોહણના એડવેન્ચર, એડવાન્સ રોક ક્લાઇબ્મીંગ અને કોચિંગ રોક ક્લાઇબ્મીંગ કોર્સ યોજાશે

માઉન્ટ આબુ ખાતે પર્વતારોહણના એડવેન્ચર- એડવાન્સ રોક ક્લાઇબ્મીંગ કોર્સ યોજાશે

રાજ્યના યુવક, સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર અંતર્ગત કાર્યરત સ્વામી વિવેકાનંદ પર્વતારોહણ તાલીમ સંસ્થા, માઉન્ટ આબુ દ્વારા તા.૦૫ મેથી ૦૬ જૂન-૨૦૨૩ દરમિયાન માઉન્ટ આબુ ખાતે પર્વતારોહણના એડવેન્ચર કોર્સ,

એડવાન્સ રોક ક્લાઇબ્મીંગ કોર્સ તેમજ કોચિંગ રોક ક્લાઇબ્મીંગ કોર્સનું આયોજન કરવામાં આવ્યુ છે તેમ યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના કમિશનરશ્રીની યાદીમાં જણાવવામાં આવ્યુ છે.

યાદીમાં જણાવ્યા અનુસાર તા.૦૯ મે થી ૧૫મે-૨૦૨૩ દરમિયાન ૮ થી ૧૩ વર્ષના બાળકો માટે એડવેન્ચર કોર્સનું આયોજન કરવામાં આવ્યું છે. જે માટે તા.૧૯ એપ્રિલ-૨૦૨૩ સુધીમાં અરજી કરવાની રહેશે. તા.૨૩મે થી ૬ જૂન-૨૦૨૩ દરમિયાન ૧૫ થી ૪૫ વર્ષના યુવક-યુવતીઓ કે જેમણે સ્વામી વિવેકાનંદ પર્વતારોહણ તાલીમ સંસ્થા, માઉન્ટ આબુ

તથા તેના પેટા કેન્દ્રો ખાતે બેઝિક ખડક ચઢાણનો બેઝિક કોર્સ કર્યો હોય તેમના માટે એડવાન્સ રોક ક્લાઇબ્મીંગ કોર્સનું આયોજન કરવામાં આવ્યું છે જે માટે તા.૩૦ એપ્રિલ-૨૦૨૩ સુધીમાં અરજી કરવાની રહેશે. તદઉપરાંત તા.૦૫ મે થી ૦૩ જૂન-૨૦૨૩ દરમિયાન ૧૭ થી ૪૫ વર્ષના યુવક-યુવતીઓ કે

જેમણે ઉપરોક્ત સંસ્થામાંથી એડવાન્સ કોર્સ પૂર્ણ કર્યો હોય તેમના માટે કોચિંગ રોક ક્લાઇબ્મીંગ કોર્સનું આયોજન કરવામાં આવ્યું છે જે માટે તા.૧૫ એપ્રિલ-૨૦૨૩ સુધીમાં અરજી કરવાની રહેશે.

આ તાલીમમાં જોડાવવા ઈચ્છુક યુવક-યુવતીઓએ ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં નિયત કરેલ નમૂનામાં અરજી  કરવાની રહેશે જેનો નમૂનો વેબસાઇટ http://commi-synca.gujarat.gov.in  પરથી મેળવી શકાશે. જેમાં પોતાનું પુરું નામ, સરનામું, ટેલિફોન નંબર સહિતની માહિતી દર્શાવવાની રહેશે.

તદઉપરાંત શારીરિક તંદુરસ્તી અંગેનું તબીબી પ્રમાણપત્ર, ગુજરાતના વતની હોવાનો દાખલો, ઉમેદવારે અકસ્માત / ઇજા વગેરે જોગખ અંગેનું વાલીનું સંમતિપત્ર, જન્મ અને રહેઠાણનો પૂરાવો, ખડક ચઢાણનો કોચિંગ કોર્સ સફળતાપુર્વક પૂર્ણ કર્યાનું પ્રમાણપત્ર વગેરે અરજી સાથે જોડવાનાં રહેશે. ઉપરાંત પર્વતારોહણ તાલીમ કોર્સમાં ભાગ લીધેલ હોય તો તે અંગેના પ્રમાણપત્રની ખરી નકલ અવશ્ય જોડવાની રહેશે.

વધુમાં જણાવ્યાનુસાર તાલીમાર્થી જે કોર્સમાં જોડાવા ઇચ્છે તે કોર્સનું નામ અરજીના મથાળે સ્પષ્ટ જણાવવાનું રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે, અધૂરી વિગતવાળી અરજીઓ તથા નિયત સમયમર્યાદા બાદ મળેલ અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહીં. જો કે આ પૈકીની કોઇપણ લાયકાત કે શરત યોગ્ય કિસ્સામાં યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના કમિશનરશ્રી છૂટછાટ આપી શકશે.

અત્રે ઉમેદવારોની લાયકાત, ગુણવત્તા તથા શારીરિક કસોટીના આધારે પસંદગી કરાશે. પસંદગી પામેલ ઉમેદવારોના ભોજન, નિવાસ અને તાલીમની વ્યવસ્થા રાજ્ય સરકાર દ્વારા જે તે સ્થળે નિ:શુલ્ક પુરી પાડવામાં આવશે. તદઉપરાંત તાલીમાર્થીઓને જે તે સ્થળેથી તાલીમી સંસ્થાના સ્થળે આવવા તથા કોર્સ પૂર્ણ થયે પરત જવાનું પ્રવાસ ભાડુ ( સામાન્ય એસ.ટી. બસ કે રેલવે સેકન્ડ ક્લાસ) મળવાપાત્ર રહેશે.

તાલિમમાં જોડાવા ઇચ્છુક ઉમેદવારોએ સંપૂર્ણ વિગતો સાથેની અરજી નિયત સમયમર્યાદામાં આચાર્યશ્રી, સ્વામી વિવેકાનંદ પર્વતારોહણ તાલીમ સંસ્થા, ગૌમુખ રોડ, માઉન્ટ આબુ-૩૦૭૫૦૧ને મોકલી આપવાની રહેશે. પસંદગી પામનાર ઉમેદવારને તાલીમ સંસ્થા દ્વારા જાણ કરાશે તેમ યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓના કમિશનરશ્રીની યાદીમાં જણાવાયુ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.