Western Times News

Gujarati News

પાંચ વર્ષથી મુસ્લિમ ધર્મ પાળે છે Vivian Dsena

મુંબઈ, છેલ્લે ટીવી સીરિયલ ‘ર્સિફ તુમ’માં જાેવા મળેલા એક્ટર વિવિયન ડિસેનાએ હંમેશા પોતાની અંગત જિંદગીને લાઈમલાઈટથી દૂર રાખવાનું પસંદ કર્યું છે. જાેકે, હવે ખુલાસો થઈ ગયો છે કે વિવિયને ગત વર્ષે બીજા લગ્ન કર્યા છે અને તે ચાર મહિનાની દીકરીનો પિતા છે.

actor vivian dsena confirms that he is following islam since 2019

હાલમાં જ વિવિયને ખુલાસો કર્યો છે કે તે મુસ્લિમ ધર્મ પાળે છે. મધુબાલાઃ એક ઈશ્ક એક જૂનૂન’, ‘શક્તિઃ અસ્તિત્વ કે અહેસાસ કી’ જેવી સીરિયલોથી પોપ્યુલર થનારા વિવિયન ડિસેનાએ હાલમાં જ ખુલાસો કર્યો છે કે તે ૨૦૧૯થી ઈસ્લામ ધર્મ પાળી રહ્યો છે.

તેણે કહ્યું, “મારી જિંદગીમાં કંઈ ખાસ બદલાયું નથી. હું જન્મે ખ્રિસ્તી હતો અને હવે ઈસ્લામનું પાલન કરું છું. ૨૦૧૯માં રમઝાનના પવિત્ર મહિનાથી મેં ઈસ્લામ ધર્મનું પાલન શરૂ કર્યું હતું. દિવસમાં પાંચ વખત પ્રાર્થના કરીને મારા મનને શાંતિ અને સાંત્વનાની અનુભૂતિ થાય છે.

 

View this post on Instagram

 

A post shared by Vivian Dsena (@viviandsena)

આ વાત જણાવીને હું બધી જ અટકળો પર પૂર્ણવિરામ મૂકવા માગું છું. વિવિયન ડિસેનાએ થોડા દિવસો પહેલા જ ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં એક પોસ્ટ મૂકીને જણાવ્યું હતું કે, તે રમઝાન ઉજવશે. તેણે મોટાભાગની પોસ્ટમાં ઈન્શાઅલ્લાહ શબ્દ વાપર્યો હતો જેથી લોકો વિચારતાં થયા હતા કે શું તેણે ઈસ્લામ ધર્મ સ્વીકાર્યો છે? રમઝાન મહિનો શરૂ થયો ત્યારે તેણે ફેન્સને શુભેચ્છા પાઠવતી એક પોસ્ટ પણ મૂકી હતી.

થોડા દિવસ પહેલા જ વિવિયન ડિસેનાએ ઈજિપ્તની પૂર્વ પત્રકાર નૌરાન અલી સાથે લગ્ન કર્યા હોવાની વાતનો ખુલાસો થયો હતો. નૌરાન અને વિવિયનની દીકરી હોવાની વાત પણ બહાર આવી છે. હા, મેં લગ્ન કરી લીધા છે અને મારી ચાર મહિનાની દીકરી છે.

અમે લોકોએ લગ્ન અને દીકરીના જન્મના સમાચાર આપી દીધા હોત પરંતુ ત્યારે જ્યારે મને સમય યોગ્ય લાગત ત્યારે”, તેમ વિવિયને ઈન્ટરવ્યૂમાં કહ્યું. વિવિયન અને નૌરાને એક વર્ષ પહેલા ઈજિપ્તમાં અંગત પરિવારજનોની હાજરીમાં લગ્ન કર્યા હતા. તેણે આગળ કહ્યું, “પિતા બનવું સપનું સાકાર થવા સમાન છે. જ્યારે પણ હું મારી દીકરીને હાથમાં ઊંચકું છું ત્યારે દુનિયા મારી મુઠ્ઠીમાં હોય તેવું લાગે છે.

અમે અમારી દીકરીનું નામ લાયન વિવિયન ડિસેના પાડ્યું છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ વિવિયને એક્ટ્રેસ વ્હાબીઝ દોરાબજી સાથે લગ્ન કર્યા હતા. ૨૦૧૩માં કપલે લગ્ન કર્યા હતા અને ૨૦૧૮માં તેમના ડિવોર્સ મંજૂર થયા હતા.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.